દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સિદ્ધિઓ તેનું મહત્વ તથા ભૂમિકાની ઝાંખી કરાવતા માનવસેવાના મહાયજ્ઞમાં સહભાગી થવા તેમજ આ પ્રસંગે નવનિર્મિત “સુંદર-શોભા” AC હોલ તથા કૌશલ્યા ખુશાલી ફિઝિયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ તા.૨૮/૦૮/૨૦૨૨ ને રવિવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકે પંડિત દિન દયાલ ઓડિટોરિયમ, સ્વામી વિવેકાનંદ સંકુલ, ગોવિંદ નગર, દાહોદ ખાતે યોજાનાર છે. તે સંદર્ભે આજે તા.૨૫/૦૮/૨૦૨૨ ને ગુરૂવારના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ખાતે એક પ્રેસ મીટનું આયોજન થયું. જેમાં સંસ્થાના ચેરમેન કે એલ રામચંદાનીએ અગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરી ગોધરાનાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ, ઉદ્ઘાટક તરીકે ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા તથા ચેરમેન ગુજરાત સ્ટેટ કો-ઓ બેંક લિમિટેડનાં અજયભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે જિલ્લા સમાહર્તા અને પ્રમુખ, ઇન્ડિયન રેકોર્ડ સોસાયટી દાહોદના ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પ્રાયોજના વહીવટદાર એસ.જે. પંડ્યા તથા દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ ઉપસ્થિત રહેનાર છે તેવી માહિતી પણ પૂરી પાડી હતી.
આ પ્રેસ મિટમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન કે.એલ. રામચંદાની, વાઇસ ચેરમેન અને માનદ્ મંત્રી દિનેશભાઈ એસ. શાહ, ખજાનચી વિકાસ ભૂતા, જવાહરભાઈ શાહ, કે.ડી. લીમ્બાચીયા તથા સાબીરભાઈ શેખ તથા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.