દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની કેન્દ્રીય વિદ્યાલયમાં તા.૦૭/૦૮/૨૦૨૩ ને સોમવારના રોજ કેન્દ્રીય વિદ્યાલયના આચાર્યા શ્રીમતી અર્ચના શર્માના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીની યોગ્યતાનું મૂલ્યાંકન કરી વિદ્યાર્થીઓના પરિષદ માટે વિદ્યાર્થીઓના સભ્યોની ભલામણ પર પસંદ કરવામાં આવ્યા હતા. અને સમિતિ દ્વારા પસંદગી પામેલ વિદ્યાર્થીની યોગ્યતા મુજબ તેમને હોદ્દા નીમવામાં આવ્યા હતા. જે હોદ્દાની આજે તા.૦૮/૦૮/૨૦૨૩ ને મંગળવારના રોજ શાળામાં પ્રાર્થના સભા પછી જાહેરાત કરવામાં આવી. આ પસંદગી પામેલ વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓના નામ જે નીચે મુજબ છે.
(૧) શાળા કેપ્ટન (કુમાર) દિવ્ય બરાંડા – ધોરણ – ૧૨, (૨) શાળાના કેપ્ટન (કન્યા) – યુક્તિ શર્મા – ધોરણ – ૧૨, (૩) શાળાના વાઇસ કેપ્ટન (કુમાર) – આર્યન ડોમોર – ધોરણ – ૧૧, (૪) શાળાના વાઇસ કેપ્ટન (કન્યા) – શ્રેયા સિંહા – ધોરણ – ૧૧, (૫) શાળાના CCA કેપ્ટન (કુમાર) – રાઘવ કોલી – ધોરણ – ૧૧, (૬) શાળાના CCA કેપ્ટન (કન્યા) – રોહિણી – ધોરણ – ૧૧, (૭) શાળાના રમત ગમત કેપ્ટન (કુમાર) – અનુરાગ ચૌધરી – ધોરણ – ૧૧, (૮) શાળાના રમત ગમત કેપ્ટન (કન્યા) – વેદિકા પ્રજાપતિ – ધોરણ – ૧૧, (૯) શાળામાં અનુશાસન કેપ્ટન (કુમાર) – હરીશ શંભુ – ધોરણ – ૧૨, (૧૦) શાળામાં અનુશાસન કેપ્ટન (કન્યા) – ખુશી યાદવ – ધોરણ – ૧૨, (૧૧) શાળા પ્રીફેક્ટ કેપ્ટન (કુમાર) – અંકિત યાદવ – ધોરણ – ૧૨ અને શાળા પ્રીફેક્ટ કેપ્ટન (કન્યા) – આસ્થા અગ્રવાલ – ધોરણ – ૧૨ ની પસંદગી થયેલ છે.
વધુમાં શાળામાં દરેક સદન કેપ્ટન પણ બનાવવામાં આવ્યા છે જેમાં શિવાજી સદનના કુમાર કેપ્ટન તરીકે મિત પરમાર અને કન્યા કેપ્ટન તરીકે નંદિની ની પસંદગી પામેલ છે. ટાગોર સદન ના કુમાર કેપ્ટન તરીકે દેવ શુક્લા અને કન્યા કેપ્ટન તરીકે પૂજા ભાટી પસંદગી પામેલ છે. અશોકા સદન ના કુમાર કેપ્ટન તરીકે પ્રતિક પટેલ અને કન્યા કેપ્ટન તરીકે રશ્મિ ગુર્જર પસંદગી પામેલ છે તથા રમન સદન ના કુમાર કેપ્ટન તરીકે અજય ભાટી અને કન્યા કેપ્ટન તરીકે શ્રેયા સિંહા ની પસંદગી પામેલ છે.
શાળાના આચાર્યા શ્રીમતી અર્ચના શર્મા દ્વારા દરેક સદનમાં કુમાર અને કન્યા કેપ્ટનને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા.