દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય એનોષ સેમસન દ્વારા વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને આજે તા.૩૧/૧૦/૨૦૨૩ ને મંગળવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આજ રોજ સવારમાં સૌ પ્રથમ શાળામાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શાળાના આચાર્ય અને શિક્ષકોએ સરદાર વલ્લભભાઈ પટેલની છબી ઉપર પુષ્પમાળા અર્પણ કરી હતી અને ત્યારબાદ ધોરણ – ૯ ની વિદ્યાર્થીની ઉર્વશીએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર પર હિન્દીમાં વક્તવ્ય આપ્યું હતું અને તેના પછી ધોરણ – ૯ ના જ વિદ્યાર્થી આલોક એ પણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરેલા કાર્યો પર અંગ્રેજીમાં વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ આચાર્ય એનોષ સેમસન દ્વારા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ – ૯, ૧૦, ૧૧ અને ધોરણ – ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શાળાના આચાર્ય એનોષ સેમસન અને શિક્ષકોએ મળીને એકતા દોડને લીલી ઝંડી બતાવી દોડની શરૂઆત કરાવી હતી. આ એકતા દોડ કેન્દ્રીય વિદ્યાલય થી શરૂ થઈ અને પરેલ વિસ્તારના સાત રસ્તા થી પસાર થઈને સિનિયર ઈન્સ્ટિટ્યૂટ થઈ પરત શાળાએ પહોંચી હતી. અને ત્યારબાદ વિદ્યાર્થીઓને તેમના વર્ગોમાં મોકલીને રેલીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
દાહોદની કેન્દ્રીય વિદ્યાલયમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી ઉજવવામાં આવી
RELATED ARTICLES