ફાગણ આવે છે ત્યારે ફાગણ નો એક અનેરો મહિમા છે. તેમાં પણ ફાગણી પુનમના આગલા દિવસે દાહોદની ગોકુલ સોસાયટીના રહીશો દ્વારા હોળીના ફાગણના રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસિયામાં દાહોદ દેસાઈવાડા હવેલીમાં કીર્તન કરાવતા ભાઈઓએ ખુબ જ ભાવ પૂર્વક અને ઉત્સાહથી બે કલાક સુધી રસિયાનું રસપાન કરાવ્યું આ સમય દરમિયાન નાના થી મોટી ઉમર સુધીના રસિયા પ્રેમીઓ મન મુકીને નાચ્યા હતા.