દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આજે તા.૧૮/૦૫/૨૦૨૨ ને બુધવારના રોજ ICU કેર યુનિટનુ CEO ડો. સંજય કુમાર ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ICU કેરમાં લાઇફ સેવીંગ આધુનિક સાધનો દ્વારા સજ્જ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ માં 12 બેડનું ICU હતું. જેમાં 6 બેડ SICU તથા 6 બેડ ICCU ના હતા પહેલા 15 હતા તેની જગ્યાએ 24 બેડ કરવામાં આવ્યા છે. આ યુનિટમાં તમામ પ્રકારના સાધનની સુવિધા દર્દીઓ વેન્ટિલેટર, મલ્ટીપેરા મોનીટર, ઇંક્યુંબેટર, સિરીંજ પંમ્પ, નેબ્યુલાઈજર ની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દાહોદ તથા આજુબાજુ ની જનતા ને ઝાયડસ કોલેજ એન્ડ હોસ્પિટલ ના CEO દ્વારા NEWSTOK24 ના માધ્યમ થી એક ખાસ અપીલ કરવામાં આવી છે કે જેમની પાસે PMJY કાર્ડ હોય તેઓએ અચૂક આ કાર્ડ લઈને આવવું તેથી કરીને હોસ્પિટલ આપને વધુ સારી સુવિધાઓ પુરી પાડી શકે અને દાહોદની જનતાને કોઈ પણ જાતની બીમારી માટે બહારગામ જવા ની જરૂર ના પડે
આ કાર્યક્રમમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના CEO ડો. સંજય કુમાર, ડો. હઠીલા, ડો.સુનિતા સંજયકુમાર, ડોક્ટર મોહિત દેસાઈ, ડો. રાજીવ ડામોર, પ્રકાશ પટેલ, વિશાલ પટેલ, કરન શાહ તથા ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિતિ રહ્યો હતો.