ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે આજે તા.૧૯/૦૫/૨૦૨૨ ને ગુરુવારના રોજ જીલ્લા પંચાયત દાહોદની આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિકારીઓ, તબીબી અધિકારીઓ તથા સ્ટાફ નર્સની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
માતા મરણ, બાળમરણ અટકાવવા તથા કુપોષણ, સિકલસેલ, એનીમિયા, બ્લડ ડોનેશન વગેરે અગત્યની બાબતોની ચર્ચા કરી તમામનું WhatsApp ગ્રુપ બનાવી દર્દીને સમયસર સારવાર મળી રહે તે રીતે રેફરલ સેવાઓ અને સુઘઢ બનાવવા આયોજન કરવામાં આવેલ હતું. શરૂઆતમાં જાહેરાતમાં CEO પ્રોફેસર ડો. સંજય કુમારના સ્વાગત પ્રવચન બાદ મીટીંગનું આયોજનના હેતુ વિશે જાણકારી આપી. ગાયનેક વિભાગ, બાળ વિભાગ અને કોમ્યુનિટી મેડિસનના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. મિટિંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બારીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી અને પ્રોગ્રામ અધિકારી હાજર રહેલ હતા.
આભારવિધિ ઝાયડસ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ભરત એન. હઠીલા દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં એડી. મેડી. સુપ્રિ. મોહિત દેસાઈ, ડીન ડો.સી.ડી. ત્રિપાઠી, જનરલ મેનેજર પ્રકાશભાઈ પટેલ, H.R. મેનેજર કરણ શાહ, ગાયનેક વિભાગના હેડ ડો. દીના શાહ, ડેપ્યુટી મેડી. સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિતા સંજયકુમાર, બાળરોગ વડા ડો.ભરત પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું