THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે તા.૨૨/૧૦/૨૦૨૧ ને શુક્રવારમાં રોજ વિશ્વ માનસિક દિવસ નિમિત્તે પોસ્ટર મેકિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. કોરોનાની મહામારીના કારણે થયેલ માનસિક અસર વિશે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
આ સ્પર્ધામાં MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. આ સ્પર્ધાનું આયોજન કોલેજના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજય કુમાર અને કોલેજના ડીન ના માર્ગદર્શન હેઠળ, કમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા કરવામાં આવ્યું. જેનું સંકલન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર શોભના ડાંગી દ્વારા કરવામાં આવેલ. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડોક્ટર જયશ્રી બુટે, ડો.મેઘા વસૈયા અને ડો. પૂનમ હાજર રહ્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમને પ્રોત્સાહન સ્વરૂપે એવોર્ડ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ડોક્ટર વિદ્યાર્થીઓનો તથા નિર્ણયકનો વિભાગના હેડ ડોક્ટર જયશ્રી એ આભાર વ્યક્ત કર્યો હતો. અને માનસિક અસર વિશે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી આ સ્પર્ધાના આયોજનમાં મેડિકલ કૉલેજના સિનિયર મેનેજર હેતલ રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા.