THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આજે તા.૩૧/૦૮/૨૦૨૦ ને સોમવારના રોજ નેત્રદાન મહાદાનના સંકલ્પ સૂત્ર સાથે દાહોદ જિલ્લામાં નેત્રદાનની પ્રવૃત્તિ વેગવાન બને અને તે માટે સી.ઓ.ઓ. ડો. સંજય કુમાર દ્વારા જન જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી
ભારત સરકારના રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૨૫/૦૮/૨૦૨૦ થી તા.૦૮/૦૯/૨૦૨૦ સુધી નેત્રદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં નેત્રદાનની પ્રવૃત્તિ માટે ઝાયડ્સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ના માનનીય સી.ઓ.ઓ. ડો. સંજયકુમાર, ડીન ડો. જેરામ પરમાર, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ભરત હઠીલા, દાહોદ જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડીયા અને જિલ્લા તબીબી અધિકારી શ્રીમતી ડો સંધ્યાબેન જોશીની હાજરીમાં ઝાયડ્સ હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા જાહેર જનતાને મૃત્યુ બાદ નેત્રદાન નું મહત્વ સમજાવવા માટે પેમ્પ્લેટ અને સંકલ્પ પત્રના વિતરણની શરૂઆત કરવામાં આવી હતી.
ઝાયડસ હોસ્પિટલના આંખ વિભાગના ડો. જીગીશ દેસાઈ, ડો. માધવી માલીવાડ, ડો. અભિષેક ભગોરા તથા ડૉ પ્રશાંત વસૈયા દ્વારા આ પ્રસંગને અનુરૂપ લોકોને સમજણ આપવામાં આવી હતી.