દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે દાહોદવાસીઓની સેવામાં સતત કાર્યરત ઝાયડસ હોસ્પિટલ તથા મેડીકલ કોલેજ દ્વારા તા.૧૪/૧૨/૨૦૨૧ ને મંગળવારના રોજ ઈમરજન્સી સારવારની સુવિધા કાજે કેજ્યુલીટી વોર્ડ નજીક સીધો પ્રવેશ મેળવી શકાય તે માટે એક વધારાની એન્ટ્રી કાર્યાન્વિત થઈ છે. આજ રોજ ગીતાજયંતિના પાવન પર્વે હોસ્પિટલ પરિસરના ઈમરજન્સી વોર્ડમાં સીધો પ્રવેશ મેળવી શકાય તે શુભાશયે એક વધારાના દરવાજાથી એન્ટ્રી મેળવી શકાશે. આ સુવિધા થકી તાત્કાલીક સારવારની સુવિધામાં દાહોદ શહેર અને જિલ્લાવાસીઓને રાહત પ્રાપ્ત થશે. તેવો આશાવાદ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા રજુ થયો છે. જેમાં ઝાયડસના Director જે.બી. ગોર, CEO. ડો. સંજય કુમાર, ડિન ડૉ. ત્રિપાઠી, એમ.એસ. ડૉ. ભરત હઠીલા, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, સીનીયર મેનેજર હેતલ રાવ,
એચ આર મેનેજર કારણ શાહ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સારવાર કાજે નવો પ્રવેશ દ્વાર કાર્યાન્વિત થયો
RELATED ARTICLES