Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા...

દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા ભવ્ય સાંસદ ઢોલ મેળાનું થયું આયોજન

વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓએ ઢોલ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળો આજે તા.૨૬/૦૨/૨૦૨૩ ને રવિવારના રોજ દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેના મેદાન ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ ૧૬ માં સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ આ ઢોલ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વેળા રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળા કાર્યક્રમને વધાવી લીધો હતો અને જણાવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિમાં ગીત-સંગીત-નૃત્યનો સુભગ સમન્વય છે. તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઇએ. આપણા ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમને વધાવી લેવો જોઇએ. આજના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કલાકારોને રાજ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.

સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્યશૈલીને એક જ સ્થળે જોવા, માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના, દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરાયું છે. દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લીધો છે ત્યારે તમામ કલાકારોને સાંસદજશવંતસિંહ ભાભોરે શુભેચ્છા પાઠવી હતી અને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે ત્યારે આપણે આપણી મહાન સાંસ્કૃત્તિક વિરાસતનું જતન કરવું જોઇએ તેમ ઉમેર્યું હતું.

મેળામાં ભાગ લેનારી નૃત્ય મંડળીઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ભાગ લેનારી ઢોલ મંડળીઓને મહાનુભાવોને હસ્તે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત નાગરિકો પણ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમૃગ્ધ બન્યાં હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, નગર પાલિકા પ્રમુખ રીનાબેન, પ્રાયોજના વહીવટદાર એસ.જે. પંડયા તેમજ ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદનાં પ્રમુખ નગરસિંહ પલાસ, શ્રીમતી હંસાકુંવરબારાજ, અગ્રણી શંકરભાઇ અમલીયાર, સુધીરભાઈ લાલપુરવાલા સહિત તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments