THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજમાં આજે તા.૨૭/૦૭/૨૦૧૯ ને શનિવાર ના રોજ “હરિયાળી એક સંકલ્પ” અને “70 માં વન મહોત્સવ” ની ઉજવણી નિમિત્તે દાહોદના NSS એકમ અને રેડિયો અવાજ દાહોદ 90.8 FM ના આર.જે. હર્ષ ભટારીયા ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિદ્યાર્થીઓને હર્ષ ભટારીયા, સાયન્સ કોલેજના અચાર્ય ડો એચ.આર. ડાભી અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. એસ.એ. પટેલ દ્વારા જીવનમાં વૃક્ષોનું મહત્વ અને તે વૃક્ષોનુ જતન કેવી રીતે કરવું એ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ નિમિત્તે કોલેજના સ્ટાફ સભ્યો કોલેજના અને એનએસએસના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા “એક વૃક્ષને UPLOAD કરો ગરમી ને DELETE કરો” જેવા વાક્ય પર સરપ્રાઈઝ ૧૦૦ જેટલા વૃક્ષોનું ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતુ. NSS પ્રોગ્રામ ઓફિસર ડો. એસ.એ. પટેલ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરાયું હતું.
અમારે ત્યાં ધજા, ચૂંદડી, પૂજાપાનો તથા લગ્નનો સમાન અને દશામાતા ની મૂર્તિઓ હોલસેલ ભાવમાં મળશે.