THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજમાં તા.૦૫/૦૮/૨૦૧૯ ને સોમવારના રોજ B.Sc. – Sem. – 1 ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ તેમજ B.Sc. – Sem. – 5 તથા M.Sc. ના તમામ વિદ્યાર્થીઓ માટેનો કારકીર્દી માર્ગદર્શન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કારકીર્દી નિર્માણ માટે સુંદર માર્ગદર્શન પુરૂ પાડી પ્રોત્સાહિત કર્યા હતા. આપણી યુનિવર્સિટીના સહ કુલસચિવ ડૉ. મુકેશ પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઇન્ટરવ્યૂની તૈયારી તેમજ બાયોડેટા કેવી રીતે તૈયાર કરવો તેમજ કેવી રીતે ઇન્ટરવ્યૂ પરફોર્મ કરી અને સફળતા હાંસલ કરવી તે અંગે અગત્યનું માર્ગદર્શન પુરૂ પડ્યું હતું. આ પ્રસંગે દા.અ.મ.સાર્વ.એજયુ. સોસાયટીના માનદમંત્રી શ્રીમતી અંજલિબેન પરીખની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બની હતી. એકેડેમીક કાઉન્સીલ મેમ્બર ડૉ.મુકેશ ચૌહાણ સાહેબ તેમજ માતૃ સંસ્થા ના અન્ય કોલેજના આચાર્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્ર્મને શોભાયમાન કર્યો હતો. કાર્યક્રમના અંતે માનનીય કુલપતિ દ્વારા વુક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સમ્રગ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે કાર્યકારી આચાર્ય ડૉ.એચ.આર. ડાભીના માર્ગદર્શન હેઠળ નવજીવન સાયન્સ કોલેજના પરિવાર સભ્યો અને N.S.S. તેમજ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓએ ઉમદા કાર્ય કર્યું હતું. તમામ સ્ટાફ સભ્યો અને યુવા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં કાર્યક્ર્મમાં ભાગ લઈ કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.