THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદમાં તા.06/01/2020 ને સોમવારના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજના NSS એકમ દ્વારા તા.31/12/2001 સુધીમાં જન્મેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોની મતદાર યાદીમાં નામની નોંધણી માટેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષ તેમજ તેની ઉપરના વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામની નોંધણી, નામ કમી કરાવવું, નામમાં સુધારો, સ્થળ બદલવા વગેરે જેવી માહિતી કેમ્પસ એમ્બેસેડર્સ તેજસભાઈ ઉપાધ્યાય અને કિંજલબેન બારિયા દ્વારા આપવામાં આવી હતી. તેમજ ચૂંટણી પંચની વેબસાઇટ અને મોબાઈલ એંપ્લિકેશન “VOTER HELPLINE” વિષે માહિતગાર કરવામાં આવ્યા અને નવા નામની નોંધણી માટે વિદ્યાર્થીઓની યાદી બનાવી તેની વિગત દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરીએ મોકલવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો.ડાભી સાહેબ અને NSS પ્રોગ્રામ ઓફિસર ડો.એસ.એ.પટેલ દ્વારા પણ વિદ્યાર્થીઓને માહિતી આપવમા આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.