દાહોદ જિલ્લાની ફળફળાદીની મુખ્ય માર્કેટ દાહોદના ગરબાડા ચોકડી ખાતે આવેલ છે. આ જે માર્કેટ છે તે દાહોદ જિલ્લાનું સૌથી મોટું અને વિશાળ માર્કેટ હોઈ અને ગામની બહારના વિસ્તારમાં હોઈ દાહોદના ફ્રુટ માર્કેટમાં નાની-મોટી ચોરી થતી હોવાથી અને આસપાસના વિસ્તારોમાં વેપારીઓ રૂપિયા લઇ અવર જવર કરતા હોઈ અને તેઓ ભૂતકાળમાં લૂંટનો ભોગ બનતા આ બાબતે વેપારી મંડળ અને ફ્રૂટ માર્કેટના વેપારીઓ દ્વારા APMC ચેરમેનને રજૂઆતો કરતા તેઓએ જિલ્લા પોલીસ તંત્ર સાથે ચર્ચા કરી અને ચોકી માટે જગ્યાની ફાળવણી થતા દાહોદ જિલ્લાના પોલીસ વડા પ્રેમ વીર સિંહએ આ ચોકી માટે લીલી ઝંડી આપી હતી. અને ત્યારબાદ ચોકી તૈયાર થતા આજે દાહોદની ફળફળાદી માર્કેટની આ ચોકીનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ APMC ના ચેરમેન કનૈયા કિશોરી અને વાઇસ ચેરમેન કૈલાશ ખંડેલવાલ તથા ફ્રૂટ માર્કેટના વેપારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.