દાહોદમાં 10 દિવસ પહેલા એટલેકે 17 નવેમ્બરે ગુમ થયેલ માતા પુત્રી અચાનક ગુમ થયા હતા. ગોધરા રોડ શ્રીરામ કોલોનીમાં રહેતા આ માતા પુત્રીની 2 દિવસ શોધખોળ બાદ પોલીસે જાણવા જોગ ફરિયાદ લીધી. પરંતુ આ માતા પુત્રીની કોઈ ભાળ મળી ન હતી. અને તે માટે સાંસી સમાજે હોબાળો કર્યો હતો. પરંતુ બંનેની કરપીણ હત્યા થતા સાંસી સમાજ રોષે ભરાયો છે.
માતા પુત્રીના ગાયબ થયાના ત્રણ ચાર દિવસ બાદ સાંસી સમાજના અગ્રણીઓ 3 શકમંદ લોકોને જાદુના શો માંથી લાવી અને પોલીસને સોંપ્યા હતા પરંતુ પોલીસે થોડી પૂછપરછ કરી અને સવારે આ લોકોને છોડી દીધા હતા. અને સાંસી સમાજે પોલીસ ઉપર આંગળી ચીંધી હતી. અને આ શકમંદોને છોડી મુકવાના બીજા દિવસે જ પુત્રીની લાશ લીમખેડા હડફ નદી કિનારેથી મળી આવી હતી. પરંતુ માતાનો કોઈ અતોપતો ન હતો. ત્યાર બાદ ગઈ કાલે રાત્રે સાંસી સમાજ દ્વારે મોટી રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ કાઢી હતી.
બીજી તરફ પોલીસે તેમના સગાઓના કહેવા પ્રમાણે નાણાની લેતી દેતી મામલે નંદાબેન જેઓ ગુમ હતા તેમને દિલીપ ભાભોર તેની પત્ની મંજુબેન ભાભોર અને મિત્ર રોહિત ઉપર શક હતો. જેના આધારે દાહોદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી હતી.
ફરિયાદના આધારે દાહોદ ટાઉન P.I. કે.જી પટેલ, એન.એમ. પરમાર PSI દાહોદ ટાઉન અને Dy.SP કલ્પેશ ચાવડાની ટીમે આ ત્રણે આરોપીઓની પોલીસ ભાષામાં કડક અને સખત પૂછપરછ કરી હતી. આ પૂછપરછ સાડા ત્રણ કલાક ચાલી હતી. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. આખરે દાહોદ ટાઉન PSI એ.એમ. પરમારે આરોપીની ઇમોશનલ પૂછપરછ કરતા તેઓ તૂટી ગયા હતા અને કબુલ કર્યું હતું કે પોતે એક ગાડીના રૂપિયા બાબતે રૂપિયાની લેતી દેતી મામલે માથાકૂટ થતા નંદાબેન ને તેમના ઘરમાં જ મારી અને દાટી દીધી હતી અને રસોડાની ચોકડીની ટાંકીમાં લાશ નાખી અને સિમેન્ટથી ટાંકી પૂૂરી દીધી હતી. અને ત્યારબાદ પુત્રીને મારી અને તેની લાશ થેલામાં ભરી લીમખેડા હદફ નદીના પુલ ઉપરથી ફેકી દીધી હતી. જેથી પોલીસ લીમખેડા તાપસ કરે અને આરોપીઓ બચી જાય. પોલીસને ગેેરમાર્ગે દોરવા લાશ લીમખેડા નદીના પટ પાસે ફેંકી દીધી હતી પરંતુ દાહોદ પોલીસે આ ગુથ્થી સુલઝાવી અને આરોપીઓને ઝબ્બે કર્યા પરંતુ નંદાબેનની લાશને ટાંકીમાંથી કાઢતા પોલીસને 9 કલાક થી વધુનો સમય લાગ્યો હતો. અને લાશ કોહવાઈ જતા અમુક હાડકાના ટુકડા અને અંગો જુદા પડી ગયા હતા. સમગ્ર દાહોદમાં આ ડબલ મર્ડરથી હાહાકાર મચી ગયો છે. પરિવાર જનોની માંગ છે કે આ હત્યા કરનારને વધુમાં વધુ કડક અને કઠોર સજા થાય અને આરોપીઓ આવી રીતે ગુનાહિત પ્રવૃતિઓ કરનાર હોય તેવું જણાઈ આવે છે તેથી તેમના અગાઉના ગુનાઓની પણ પૂછપરછ કરવી જોઈએ અને તેઓએ દાહોદમા જ ઘણી બેંકો અને ખાનગી લોકો પાસેથી આવી જ રીતે અગાઉ રૂપિયા લઈ અને આપ્યા નથી. આવા ગુનાઓમાં પણ ફરિયાદો પોલીસ દ્વારા દાખલ કરી સજા કરાવવામાં આવે.
દાહોદ ટાઉન P.I. કે.જી પટેલ, એન.એમ. પરમાર PSI દાહોદ ટાઉન અને Dy.SP કલ્પેશ ચાવડાની ટીમની સૂઝબૂઝ અને સક્રિયતાના કારણે આ ગુન્હા પરથી પડદો હટવા પામ્યો હતો.
મૃતકની લાશને પી.એમ. માટે બરોડા મોકલવામાં આવી છે.