PRAVIN PARMAR – DAHOD
ગુજરાતમાં દારુબંદી છે તેમ છતાંયે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગત રોજ તા.૧૪/૦૭/૨૦૧૭ના શુક્રવારે રાત્રીના અંદાજે ૧૦:૩૮ કલાકે રેલ્વે સ્ટેશને ટ્રેન નંબર ૫૯૩૩૨ કોટા – વડોદરા પાર્સલ ટ્રેન આવી ત્યારે સ્ટે.ઉપ.નિરીક્ષક સતિશ ભોર સાથે ગુના નિવારણ શાખાના કોન્સટેબલ જમીર શેખ, મહિલા કોન્સ્ટેબલ પ્રીતિ તથા જી.આર.પી. સ્ટાફ હેડ પુષ્પસિંહ, કો.અશ્વિનભાઈએ ઉપરોક્ત ટ્રેન આવતા તેની તપાસ કરતાં તે ટ્રેનમાંથી પાંચેક જેટલી મહિલાઓ પ્લેટફોર્મ નંબર એક પર ઉતરી જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે મહિલાઓએ સંતોષકારક જવાબ ના આપતા તેમણે રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા. ત્યારબાદ આ સૂચના મળતા જ દાહોદ સ્ટેશન નિરીક્ષક સતિશકુમાર પણ પોસ્ટ ઉપર આવી ગયા. આ મહિલાઓમાં (૧.) ગોરકી કમલેશ ભૂરીયા ઉ.વ.૩૫, (૨.) રેકા તેરું સંગડિયા ઉ.વ.૩૮ (૩.) કાંતા રમેશ ભૂરીયા ઉ.વ.૧૯ (૪.) સવિતા સુભાષ સંગડિયા ઉ.વ.૩૦ (૫.) ટીના કમલેશ ભૂરીયા ઉ.વ.૧૫ બધા જ રહેવાસી આજડ ફળિયા, ગામ ગોવાળી, જિલ્લો ઝાબુઆના બતાવવામાં આવ્યું છે. આ બધાની પાસે રાખેલ સામાનની તપાસ કરવામાં આવી તપાસ કરતાં તેમની પાસે રાખેલ સાત વજનદાર થેલામાંથી (૧) કાળા રંગની બેગમાથી ૪૮ નંગ રિત્જ વ્હીસ્કી ક્વાટર, (૨) સફેદ કલરના વિમલના ૦૨ થેલામાથી અનુક્રમે ૧૦૦ અને ૧૧૩ એમ કુલ ૨૧૩ નંગ ગોવા વ્હીસ્કી ક્વાટર, (૩) ક્રીમ કલરની બેગમાથી ૮૦ નંગ ગોવા વ્હીસ્કી ક્વાટર, (૪) કાળા રંગની લીલા પટ્ટીવાળી બેગમાં ૭૦ નંગ ગોવા વ્હીસ્કી ક્વાટર, (૫) લીલા કલરના બેગમાથી ૫૦ નંગ ગોવા વ્હીસ્કી ક્વાટર અને (૬) કાળા રંગના થેલામાથી ૪૫ નંગ ગોવા વ્હીસ્કી ક્વાટર મળી કુલ ૫૦૬ નંગ વ્હીસ્કીના ક્વાટર મળી આવ્યા હતા ત્યારબાદ આ તમામ મહિલાઓ તથા તેમની પાસેથી મળેલ દારૂની બોટલોની વધુ તપાસ અર્થે જી.આર.પી.એફ.ના હવાલે કરી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી.