THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લા કક્ષાના કલામહાકુંભનો પ્રારંભ દાહોદની લીટલ ફલાવર સ્કુલ ખાતેથી નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલનાં વરદ્દ હસ્તે આજે તા.૨૫/૦૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ કરવામાં આવ્યો. આ નિમિત્તે લીટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી બાળ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલે આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યમાં યોજાતા કલામહાકુંભ બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનું માધ્યમ બન્યાં છે. કલામહાકુંભ થકી ઘણા પ્રતિભાશાળી કલાકારો સામે આવી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ તેઓ રોશન કરશે.
THIS NEWS IS POWERED BY –– RAHUL MOTORS
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે તેમજ શાળાના આચાર્ય કૃતાર્થ જોષીએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, દાહોદ સંચાલિત અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત લીટલ ફલાવર સ્કુલ, દાહોદના સયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આ વેળાએ જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરલ ચૌધરી, પ્રાંત યુવા વિકાસ અધિકારી જિગ્નેશભાઇ ડાભી સહિતના અધિકારીઓ, દાહોદ અનાજ મહાજન સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પંકજભાઇ શેઠ ઉપસ્થિત રહ્યાં હતા.