દાહોદ જિલ્લાની લીમખેડા વિધાનસભા માટે ભાજપ દ્વારા વર્તમાન ધારાસભ્ય શૈલેષ ભાભોરને ઉમેદવાર તરીકે ટીકીટ અપાઈ. શૈલેષ ભાભોરને ટીકીટ મળતા તેઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને જે.પી નડ્ડા નો વિશેષ આભાર માન્યો હતો
લીમખેડાના કાર્યકર્તાઓમાં શૈલેષ ભાભોરનું નામ જાહેર થતાં ખુશીની લહેર દોડી ગઈ હતી. નામ જાહેર થતાંની સાથે લીમખેડા ભાજપ કાર્યલય ખાતે ટોળા ઉમટ્યા હતા. અને લીમખેડા સંગઠનના કાર્યકર્તાઓ અને લોકો તેમજ અગ્રણીઓ એ તેમનું પુષ્પ માળાથી સ્વાગત કર્યું હતું