દાહોદ શહેરમાં વધતા જતા ગુન્હાઓ અને ગુનેગારોમાં પોલીસ કે કાયદાના ડરના અભાવે બની રહેલ સતત હિંસક ઘટનાઓ જેમાં ખાસ કરીને ભર દિવસ દરમિયાન ટૂંક સમયમાં શહેરમાં બનેલ લૂંટ, ચોરી, મર્ડર, અપહરણ અને બળાત્કારની ઘટનાઓ સામે દરેક સભ્ય સમાજે ચિંતા કરવાની જરૂર છે.
ગત રોજ તારીખ ૧૬ સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ દાહોદના સૈફી મોહલ્લામાં બપોરના આશરે ૦૧:૦૦ વાગ્યાના અરસામાં દાઉદી વ્હોરા સમાજના એક માનસીક અને શારીરિક દિવ્યાંગ બાળકીને તેના ઘર આગળથી તેનુ અપહરણ કરી તેના સાથે ક્રૂરતાપૂર્વક બળાત્કાર આચરવાની બનેલ અતિ નિંદનીય ઘટનાના વિરોધ અંગે વ્હોરા સમાજે આજે તા.૧૭/૦૯/૨૦૨૨ ને શનિવારના રોજ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ વિરોધ નોંધાવ્યો છે. શહેરમાં વધતી આવી ક્રૂર બાબતોના વિરોધમાં દરેક સમાજના માનવતાવાદી લોકોએ દુકાનો બંધ કરી બંધમાં જોડાય તેવી દાહોદના વ્હાલા નગરજનોને વ્હોરા સમાજ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી હતી. અને આ ગંભીર ગુનામાં આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પણ તેઓની માંગ ઉઠવા પામી છે