મૂળ ગોધરા નિવાસી અને હાલમાં દાહોદ ખાતે આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કોલેજમાં દિપીકાબેન રમણભાઈ પરમાર પોતે પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા “હિન્દી કહાનીઓ મેં વૃદ્ધ ચરિત્રો કા મનોવિશ્લેષણાત્મક અધ્યયન” વિષય પર લખેલ મહાશોધ નિબંધને ગુજરાત યુનિવર્સીટીએ માન્ય રાખી હિન્દી વિષયમાં Ph.D.ની ડિગ્રી એનાયત કરી છે. દિપીકાબેન પરમારે શ્રીમતી એચ. સી. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હિંદી વિભાગના એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. ધનંજય ચૌહાણ દ્વારા માર્ગદર્શન મેળવી આ મહાનિબંધ તૈયાર કર્યો હતો. અને તે નિબંધ ખુબજ રસપ્રદ અને તેઓના સંશોધનાત્મક અભ્યાસને પરિપૂર્ણ કરી વિષયની ઊંડી રચનાઓ અને મૂળ સુધી લઈ જનારો હતો અને તે સ્વીકાર્ય થવાથી દીપિકા પરમારને તે આધારે Ph.D. ની ડિગ્રી એનાયત થઈ અને તેઓએ આ ડિગ્રી મેળવી ગુજરાત રાજ્ય તેમજ પોતાના સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
તેમની આ ઉપલબ્ધી બદલ દીપિકાબેન પરમારના પરિવારના તમામ સભ્યો તેમજ 🌹🌹🌹🌹🌹 News tok24 પરિવાર 🌹🌹🌹🌹🌹તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. અને તેઓ ઉતરોઉત્તર પ્રગતિ કરી પોતાનું અને સમાજનું ગૌરવ દેશ દુનિયામાં વધારે તેવી શુભેચ્છા પાઠવીએ છીયે.