દાહોદની સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે માહિતગાર કરાયા.
સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોજેકટ લિમિટેડે સ્માર્ટ સિટી પ્રોજેકટ અવેરનેશનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે કર્યું હતું. સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોજેકટ લિમિટેડના દાહોદ સ્માર્ટ સીટીના સીઇઓ પ્રશસ્તિ પારિકે વિદ્યાર્થીઓને સ્માર્ટ સિટીમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ વિશે માહિતગાર કર્યા હતા. સીઇઓ પ્રશસ્તિ પારિકે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે રહેલી તકો અને શક્યતાઓ વિશે વિગતે વાત કરી હતી. કાર્યક્રમના અંતે દાહોદ સ્માર્ટ સીટીના સીઇઓ, નગર પાલિકા કાઉન્સેલર અને કાયદા સમિતિના ચેરમેન રંજનબેન રાજહંસ, આચાર્ય પી.બી. ટેલર, સ્માર્ટ સિટી દાહોદના કર્મયોગીઓની ટીમ, સરકારી ઇજનેરી કોલેજ દાહોદના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સંસ્થાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ગત રોજ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.