દાહોદ સરકારી ઇજનેરી કોલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ વિભાગ દ્વારા ઇલેકટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં કારકિર્દીની ઉજ્જવળ તકો માટે નિખિલ શાહ, ટેક્નિકલ ડિરેક્ટર, નિફા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
નિખિલ શાહએ વિધાર્થીઓને ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં રહેલી ઉજ્જવળ તકો વિષે વિદ્યાર્થીઓને વિગતવાર સમજાવતા માહિતી આપી હતી. એ ઉપરાંત સેમિકન્ડક્ટર અને ચિપ ઉત્પાદનમાં પણ ભવિષ્યમાં આવનાર તકો વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર ડો. ઇસ્હાક શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇને આ વેબિનારનો લાભ લીધો હતો.