ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગે સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે બે દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને G.I.S. ના ક્ષેત્રમાં તાલીમ આપવા અને વિવિધ ક્ષેત્રોમાં તેની એપ્લિકેશન વિશે માહિતગાર કરાયા હતા. ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના વડા ડો. શિતલ શુક્લાએ તાલીમનું સંચાલન કર્યું હતું. આ વર્કશોપ N.C.S.T.C, D.S.T, નવી દિલ્હી દ્વારા પ્રાયોજિત પ્રોજેક્ટ હેઠળ યોજાયો હતો.
સરકારી ઈજનેરી કોલેજના પ્રિન્સિપાલ ડો. પી.બી. ટેલરે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને G.I.S. ક્ષેત્રમાં સફળ થવા પ્રોત્સાહિત કર્યા હતા. સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વડા ડૉ. પરેશા એમ બારિઆએ વર્કશોપનું સફળતાપૂર્વક સંકલન કર્યું હતું. આ વર્કશોપમાં ૨૫ વિદ્યાર્થીઓએ તાલીમમાં ભાગ લીધો હતો, જેમને જીઓ સ્પેશિયલ ટેક્નોલોજી અને જીઓ મીડિયા સંશોધનનો ઉપયોગ કરીને ભવિષ્યના રોગચાળા માટે વધુ સારા પ્રતિસાદ માટે કોવીડ ૧૯ યોધ્ધાઓ બનવાની તાલીમ આપવામાં આવી હતી.
ડો. અભિયંત તિવારી (નિષ્ણાત) એ વિદ્યાર્થીઓને મોબાઈલ એપનો ઉપયોગ કરીને કોવીડ ૧૯ સર્વેલન્સ વિશે માહિતગાર કર્યા હતા. જયારે તબીબી અધિકારી ડો. પંકજ પંચાલે કોવીડ ૧૯ કેસો અને તેની અસરને લગતા મુદ્દાઓની ચર્ચા કરી હતી. શ્રી જયરાજ પંચાલ અને શ્રી ભવ્ય વ્યાસે વિદ્યાર્થીઓ માટે હેન્ડ-ઓન ટ્રેનિંગનું સંકલન કર્યું હતું.