THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની સુરભી સેવા ટ્રસ્ટ સંચાલિત અભિષેક ગૌશાળા (પાંજરાપોળ) ના સંકુલમાં શ્રી રામ ભક્ત હનુમાનજીની દિવ્ય પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ આજે તા.૦૮/૦૬/૨૦૨૨ ને બુધવારના રોજ ઈન્દોર રોડ ઉપર આવેલ BPL આવાસ સામે, રળીયાતી રોડ મુકામે રાખવામાં આવેલ હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી હનુમાન ભક્તો ઉત્સાહભેર ભક્તિના રંગમાં રંગાયા હતા.
પ્રાણ પ્રતિષ્ઠાના આગલા દિવસે એટલે કે તા.૦૭/૦૬/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકે હનુમાન બજાર સ્થિત હનુમાનજીના મંદિરે હનુમાનજીની પ્રતિમાની પૂજા-અર્ચના કરી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી આ શોભાયાત્રા હનુમાન બજારથી નીકળી નેતાજી બજાર, ગાંધી ચોક થઈ સરદાર ચોક પડાવ થી સર્વિસ સ્ટેશન થઇ ઇન્દોર રોડ થી અભિષેક ગૌશાળા ખાતે સમાપન કરવામાં આવી હતી. ત્યારબાદ આજે તા.૦૮/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શાસ્ત્રોકત વિધિપૂર્વક પૂજન, મહાસ્નાન, ન્યાસવિધિ તથા પ્રાણ પ્રતિષ્ઠા બપોરના ૧૨:૩૫ કલાકે કરવામાં આવી હતી. ૦૪:૦૦ કલાકે પુર્ણાહુતી તથા મહાઆરતીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદી ભંડારો તમામ ભક્તજનો માટે રાખવામાં આવેલ હતો તથા રાત્રે ૦૮:૦૦ કલાકે સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.