EDITORIAL DESK – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે ગોધરા રોડ પર આવેલ સેંટ સ્ટીફન્સ હાઇસ્કૂલમાં તા.૨૨/૧૨/૨૦૧૭ શુક્રવારના રોજ શાળાના બાળકો દ્વારા નાટક, નાતાલના ગીતો, ગરબા, નાચગાન દ્વારા ઈશુજન્મની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સેંટ સ્ટીફન્સ પ્રાયમરી સ્કૂલ, હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઈશુજન્મનું મહત્વ ખ્રિસ્તી ધર્મનો બોધ “પ્રેમ, શાંતિ, આનંદ”નો સંદેશો અલગ અલગ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમને ઘણા બધા વળી દ્વારા ઘણો જ આવકાર મળ્યો હતો.
આ કાર્યક્રમનો શ્રેય શાળાના પ્રિન્સિપાલ ફા.મારિયા પોબરોજ, મેનેજર ફા.જ્યોર્જ ભૂરીયા, વાઇસ પ્રિન્સિપાલ ફા.રાજેશ, હેડમિસ્ટ્રેસ સિ.મુફેન્સીયા અને સિ.સંધ્યા અને શાળાના શિક્ષકો તથા બાળકોને આપવામાં આવે છે.
કાર્યક્રમ બાદ બાળકોને કેક અને બિસ્કિટ આપી નાતાલની તેમજ નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવવામા આવી હતી.