129 – ફતેપુરા ભાજપ દ્વારા નામાંકન કરવામાં આવ્યું.
દાહોદની ફતેપુરા વિધાનસભા બેઠક ઉપરથી આજે તા.૧૭/૧૧/૨૦૨૨ ને ગુરુવારના રોજ 129 – ફતેપુરાના ઉમેદવાર રમેશભાઈ કટારાએ નામાંકન કર્યું હતું. તેઓ વર્તમાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક છે અને આજે વહેલી સવારે રેલી કાઢી અને સભા સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં એક જંગી સભા યોજાઈ હતી. જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર, તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા પછી જંગી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ વાજતે ગાજતે ફતેપુરા SDM કચેરીએ પહોંચી અને નામાંકન કર્યું હતું. અને કહ્યું હતું કે આ વખતે બુથ કાર્યકર્તાઓ અને સંગઠનના ચૂંટાયેલા તમામ કાર્યકર્તાઓએ જીત આપવાની ખાત્રી આપી છે ત્યારે અમે આ વખતે મોટી લીડ થી જીતીશું તેવી આશા વ્યક્ત કરી હતી.