Wednesday, January 22, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદને પીવાનું પાણી પૂરૂ પાડતો પાટાડુંગરી ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને કરાયા સતર્ક

દાહોદને પીવાનું પાણી પૂરૂ પાડતો પાટાડુંગરી ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને કરાયા સતર્ક

 VIPUL JOSHI –– GARBADA 

દાહોદ જિલ્લામાં સાર્વત્રિક શ્રીકાર વર્ષાને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. જિલ્લાના મુખ્ય સાત પૈકી ૫ ડેમ ઓવર ફ્લો થઇ રહ્યાનું સિંચાઇ વિભાગ નોંધી રહ્યું છે. એવા સમયે દાહોદ નગરને પીવાનું પાણી પૂરૂ પાડી રહેલા ઠક્કર બાપા જળાશય એટલે કે પાટાડુંગરી ડેમ પણ ગત રોજ તા.૨૫/૦૮/૨૦૨૦ ને મંગળવારે સાંજના સમયે ઓવરફ્લો થયો છે.
સિંચાઇ વિભાગની યાદી કહે છે કે, પાટાડુંગરી ડેમ તેની પૂર્ણ સપાટી ૧૭૦.૮૪ મિટર ઉપરથી ઓવર ફ્લો થઇ રહ્યો છે. જેના પગલે સાહડા, ગરબાડા, ગાંગરડી, ગુંગરડી, ટૂંકીવજ્ર, ટૂંકીઅનોપ, નાંદવા, પાંચવાડા, દેવધા, વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ, પૂંસરી, દાહોદ કસ્બામાં રહેતા અને હેઠળવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments