THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે દાહોદ, ધાનપુર, લીમખેડા અને સિંગવડ તાલુકામાં આજે કુલ ૧૧ વ્યક્તિઓને કોરોના મહામારીએ ચપેટમાં લીધા છે. આ ચાર તાલુકામાં કોરોનાનો બ્લાસ્ટ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને હવે તો રોજે રોજ કોરોના વાઇરસના કેસ વધી રહ્યા હોવાથી આજે તા.૨૦/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ થી દસ દિવસ સુધી દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન અને જનતા કરફ્યુ નું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ કોરોના મહામારીના કારણે દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાં ભયનું વાતાવરણ સર્જાવવા લાગ્યું છે. આજે તા.૨૦/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ જવલ્લે ૧૧ જેટલા પોઝીટીવ કેસ જાહેર થયા હતા. આ ૧૧ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થતા છેલ્લા એક અઠવાડિયામાં કુલ ૧૧૮ લોકો પોઝીટીવ જાહેર થયા છે. તે બાબતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૬૨ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૬૨ સેમ્પલ પૈકી ૧૫૧ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૧ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. અને હાલ થોડી વાર પહેલા જ વધુ બે વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા આજ રોજ કુલ ૧૩ લોકો કોરોના પોઝીટીવ જાહેર થયા છે.
આજ રોજ તા.૨૦/૦૭/૨૦૨૦ ને સોમવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૧૧ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) તરુલતા સુરેશ બારીયા, ઉ.વ. – ૪૫ વર્ષ રહે. આદિવાસી સોસાયટી, દાહોદ, (૨) મંગલસિંગ ટીટાભાઈ બારીયા, ઉ.વ. ૬૨ વર્ષ, રહે. નવા ફળિયા, દેસાઈવાડા, દાહોદ, (૩) રામલાભાઈ સડીયાભાઈ સંગાડીયા, ઉ.વ. ૬૦ વર્ષ, રહે. રળિયાતી, દાહોદ, (૪) ગુંજન મહેન્દ્રકુમાર શાહ, ઉ.વ. ૪૧ વર્ષ, રહે. ગોધરા રોડ, દાહોદ, (૫) ચંદ્રકાંત કાંતિલાલ દરજી, ઉ.વ. ૫૯ વર્ષ, રહે. દાહોદ, (૬) સકિનાબેન ફિરોજભાઈ મુલ્લામીઠાવાલા, ઉ. વ. ૫૭ વર્ષ, રહે. સુજાઈબાગ, દાહોદ, (૭) મહેશ એમ. હરીજન, ઉ.વ. ૧૭ વર્ષ, રહે. ધીરજપુરા, કંજેટા, તા. ધાનપુર, જી. દાહોદ (૮) નર્મદા એમ. હરીજન, ઉ.વ. ૩૦ વર્ષ, રહે. ધીરજપુરા, કંજેટા, તા. ધાનપુર, જી. દાહોદ (૯) સુરેશભાઇ અમરાભાઈ ભરવાડ, ઉ.વ. ૪૦ વર્ષ, શ્રી રામ હોટેલ, પાલ્લી. તા. લીમખેડા, જી. દાહોદ. (૧૦) દિનેશભાઇ કાળુભાઇ ભરવાડ, ઉ.વ. ૩૫ વર્ષ, રહે. શ્રી રામ હોટેલ, પાલ્લી, તા. લીમખેડા, જી. દાહોદ અને (૧૧) મુકેશ મોંગીલાલ પ્રજાપતિ, ઉ.વ. ૩૫ વર્ષ, રહે. નીચવાસ ફળિયું, સિંગવડ, તા. સિંગવડ, જી. દાહોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને ૧૧ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુમાં થોડી વાર પહેલા જ વધુ બે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા તેની સાથે આજે કુલ ૧૩ વ્યક્તિઓ કોરોનાની ચપેટ માં આવી ગયેલ છે. આ જે બે વ્યક્તિઑ છે તેમાં (૧) ડો.શીતલ શાહ, રહે.સ્ટેશન રોડ, દાહોદ અને (૨) પુંજાભાઈ પરમાર રહે. નગરાળા, તા. દાહોદ જી.દાહોદનાઓને પણ ક્વોરંટાઈન કરી આઇસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે.
THIS NEWS IS POWERED BY — PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૦૮ ધાનપુર તાલુકામાં ૦૨ લીમખેડા તાલુકામાં ૦૨ અને સિંગવડ તાલુકામાં ૦૧ પોઝીટીવ કેસ આવતા કુલ ૧૩ કોરોના પોઝીટીવની સાથે કુલ સંખ્યા ૨૫૪ થઈ છે. જેમાંથી આજે કુલ ૦૪ વ્યક્તિઓને સરકારી ગાઈડ લાઇનને આધારે સાજા થતાં તેમણે હોસ્પિટલમાથી રજા અપાતા કુલ ૧૦૩ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૩૨ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો ૧૯ ઉપર પહોંચી ગયો છે.