THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ તા.૨૪/૧૨/૨૦૧૯ ને મંગળવારના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે નગર પાલિકા ચોકમાં CAA ના સમર્થનમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નીકાળવાનો મુખ્ય ઉદ્દેશ CAA અને NRC ને સમજ્યા વગર જે લોકોએ અગાઉ આનો વિરોધ કર્યો છે અને રેલીઓ કાઢી હતી. જેના સંદર્ભે આજે દાહોદ શહેરમાં નગરપાલિકા ચોક ખાતે એક વિશાળ CAA અને NRC સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દાહોદના સર્વ ધર્મના નાગરિકો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિક સંશોધન કાયદાનું સમર્થન કરવા માટે સમજણ આપવા માટે કે જે હિંદુસ્તાનના નાગરિક છે, તેને સહેજ પણ ગભરાવવા ની જરૂર નથી.જે લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ, તથા અફઘાનિસ્તાન થી ઘૂસપેટ કરે છે તેના માટે છે.
આ રેલીમાં દાહોદ ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત કાર્યકર્તાઓ, મહિલાઓ, સંઘના સદસ્યો, તેમજ નગરજનો આ સમર્થન રેલીમાં જોડાયા હતા. રેલી દાહોદ નગરના રાજમાર્ગો પર કાઢવામાં આવી હતી. આ રેલી નગરપાલિકા ચોક થી દોલતગંજ બજાર થઈ દરજી સોસાયટી, ગોવિંદનગર રોડ, ઠક્કરબાપ ચોકડી થઈ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરવા તથા આ કાયદાના સમર્થન માટે કહેવામા આવ્યું હતું. ત્યાર બાદ રેલી સમાપન કરવામાં આવી હતી.