આઝાદીનો અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાન દાહોદ અંતર્ગત દાહોદ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
દાહોદ જિલ્લા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહ્વાન કર્યું છે. તેને સમર્થનના ભાગ રૂપે તન, મન, ધનથી સમર્થન કરીએ છીએ. અને સંકલ્પ કરીએ છીએ કે અમે અમારા ઘરે અને કાર્યાલય ઉપર તા. ૧૩ થી ૧૫ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રનું સન્માન કરીશું.
તેમજ તેમણે દાહોદ જિલ્લાની જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા આહ્વાન કરતા જણાવ્યું કે, તમામ લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈ તેને સફળ બનાવે. આઝાદીના અમૃત મહોત્સવને આપણે પોતાના ઘરે તિરંગો લહેરાવીને ઉજવીએ અને પુરા ઉત્સાહ અને જોશ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધાવી લઈએ અને તેમાં જોડાઈએ તેમ તેમણે ઉમેર્યું હતું. જે અભિયાન અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે આજે ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કર્યું હતું આ તિરંગા બાઇક રેલી દાહોદના કેન્દ્રીય વિદ્યાલય ગોધરા રોડ થી શરૂ થઈ તળાવ ચોક થી ભગીની સર્કલ, નગરપાલિકા થી સરદાર પટેલ ચોક થી ગોવિંદનગર , સર્કિટ હાઉસ થી વિવેકાનંદ સર્કલ થઈ અને જિલ્લા સેવા સદન કેમ્પસમાં પૂર્ણ થઈ હતી આ રેલીમાં ભાજપ જિલ્લા પ્રમુખ શંકર આમલિયર, અને આ રેલીમાં દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમાલિયાર , કલેકટર હર્ષિત ગોંસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા , પોલીસ બેન્ડ, દાઉદી વોહરા સમાજનું બેન્ડ, આરોગ્યનો સ્ટાફ, તેમજ તમામ સમાજના લોકો , ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આજે દાહોદના રાજમાર્ગો ઉપર સર્વ ધર્મ સમભાવનો માહોલ જોવા મળ્યો હતો.