![](https://newstok24.com/wp-content/uploads/2018/06/01.-Keyur-Parmar-Dahod-300x135.jpg)
![](https://newstok24.com/wp-content/uploads/2019/09/IMG-20190914-WA0000-300x100.jpg)
પ્રધાનમંત્રીની આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી યોજના એટલે આયુષ્યમાન ભારત. દાહોદમાં આયુષ્યમાન ભારતની યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રૂપિયા 5 લાખ સુધીની તમામ સારવાર આ કાર્ડ ધારકને કોઈ પણ હોસ્પિટલ જે આયુષ્યમાન ભારત સાથે જોડાયું છે ત્યાં થાય છે. અને આ યોજનાનો દાહોદ જિલ્લામાં માધ્યમ અને ગરીબ કાર્ડ ધારકોએ ખૂબ લાભ લીધો છે. કેન્દ્ર સરકારની આ યોજનાનું મોનીટરીંગ અને સંકલન દાહોદ જિલ્લામાં આયુષ્યમાન ભારતની ટીમ કરે છે, જે સીધી CDHO આર.આર.પરમારના માર્ગદર્શનમાં કામ કરે છે અને DPO ( PMJAY – MAA ) અનુરાગ શર્મા તે ટીમના સીધા લીડર છે અને મેઘલ કડિયા એક્સક્યુટિવ છે. આ યોજનામાં અત્યાર સુધી દાહોદ જિલ્લામાં 3 લાખ 39 હજાર કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે અને તેમાંથી અત્યાર સુધી 2 લાખ 4 હજાર કાર્ડ ધરકોએ આ યોજનાનો સીધો લાભ લીધો છે. આ કાર્યક્રમ દાહોદ જિલ્લાની ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં CDHO, DLO, DPO અને ઝાયડ્સના સુપ્રિટેન્ડન્ટ અને M.S. ઉપસ્થિત રહ્યા હતા.