THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS
– દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ વિભાગના સહકારથી વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેકટર ઇન ચાર્જ આર.કે.પટેલ, દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પાઠક, A.D.H.O.પહડિયા, આરોગ્યના કર્મચારીઓ તેમજ નર્સિંગની વિદ્યાર્થીની ઓ તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં દાહોદ જિલ્લા આરોગ્ય – દાહોદનો સ્ટાફ તેમજ જિલ્લાના પોલીસ કર્મીઓનો સ્ટાફ જોડાયો હતો અને સાથે સાથે વકીલ મંડળ પણ જોડાયું હતું. આ રેલી દાહોદ તાલુકા શાળાએ થી નીકળી માણેક ચોક થી એમ.જી. રોડ થઈ દેસાઈવાડ તળાવ પરથી ભગિની સર્કલ થી પરત તાલુકા શાળાએ પહોંચી હતી.
દાહોદ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો થી સમાજમાં જન જાગૃતિ લાવી અને લોકો ને વ્યશન મુક્ત કરી ખોટી અને મોટી બીમારીઓથી બચાવી શકાય અને વ્યશન અને વ્યશનથી થતા મોટા આર્થિક નુકશાનથી સમાજને ઉગારી શકાય.