THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદના વિશ્રામ ગૃહ રોડ ઉપર ઉનાળા વેકેશનના છેલ્લા રવિવારના રોજ એટલે કે તા.૧૨/૦૬/૨૦૨૨ ના રોજ “હેપ્પી સ્ટ્રીટ” નું અતિ ઉત્સાહવર્ધક અને બાળપણ યાદ આવી જાય તેવું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના વિશ્રામ ગૃહ રોડ ઉપર ગત રવિવારની જેમ આ રવિવારના રોજ તા. ૧૨/૦૬/૨૦૨૨ એ પણ “હેપ્પી સ્ટ્રીટ” નું આયોજન થવા જઈ રહ્યું છે. તો દાહોદની રમત ગમત પ્રિય જનતાને હોલી – જોલી ગૃપ દ્વારા NewsTok24 ના માધ્યમ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે અને આ “હેપ્પી સ્ટ્રીટ” માં આવો અને આપણા પોતાના બાળપણને યાદ કરી આપણા બાળકોને મોબાઈલ અને ટીવીની દુનિયામાંથી બહાર લાવી રમતો પ્રત્યે જાગૃત કરીએ.