THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદના વિશ્રામ ગૃહ રોડ ઉપર ઉનાળા વેકેશનના છેલ્લા રવિવારના રોજ એટલે કે તા.૧૨/૦૬/૨૦૨૨ ના રોજ દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ, નગરપાલિકા તથા હોલ જોલી ગૃપ ના સહિયારા પ્રયાસથી “હેપ્પી સ્ટ્રીટ” નું અતિ ઉત્સાહવર્ધક અને બાળપણ યાદ આવી જાય તેવું ભવ્ય આયોજન થયું હતું.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના વિશ્રામ ગૃહ રોડ ઉપર ગત રવિવારની જેમ આ રવિવારના રોજ તા. ૧૨/૦૬/૨૦૨૨ એ પણ “હેપ્પી સ્ટ્રીટ” નું ભવ્ય આયોજન થયું હતું. દાહોદની રમત ગમત પ્રિય જનતાએ હોલી – જોલી ગૃપ અને દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ દ્વારા “હેપ્પી સ્ટ્રીટ” નું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદની રમત પ્રેમી જનતાએ આજે સવારમાં ૦૬:૦૦ વાગતાં જ વિશ્રામ ગૃહ રોડ પર દરેક રમતો રમવા ઉમટી પડ્યા હતા અને પોતાના બાળપણને યાદ કર્યું હતું. આપણા બાળકોને મોબાઈલ અને ટીવીની દુનિયામાંથી બહાર લાવી રમતો પ્રત્યે જાગૃત કરતા વાલીઓ પણ પોતાના બાળકો જોડે સાપ સીડી, શૂન્ય ચોકડી, કોપી કેટ, રસ્સા ખેંચ, ઝૂંબા ડાન્સ, સ્કેટિંગ, બેડમિંટન, રસ્તા પર ડ્રોઈંગ બનાવવું અને એક લાંબા કેનવાસ ઉપર પોતાના હાથના પંજાની છાપ પાડી નીચે નામ લખવા, યોગા તથા કરાટે જેવી અનેકવિધ રમતો રમ્યા હતા. અને રાહુલ હોન્ડા દ્વારા “ટ્રાફિક નિયમનું પાલન કરી હું પર્યાવરણને બચાવીશ” જેવા બેનર પણ લગાવી લોકોને ટ્રાફિક અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કર્યા હતા.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
આજના આ “હેપ્પી સ્ટ્રીટ” કાર્યક્રમમા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના કૃપલભાઈ, નગરપાલિકાના કાઉન્સિલર અને નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને છેલ્લે દરેક રમત ગમત રમત અતિ ઉત્સાહી દાહોદની જનતાનો હોલી – જોલી ગૃપના મેમ્બર મુક્તિ તલાટી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 POMEGRANATE HAND SANITIZER