KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદમાં બધા ઉપર રેડ પડી સપાટો બોલાવતા ઈન્ક્મટેક્સ અધિકારી 65 લાખની લાંચ માંગતા તેઓના ઉપર એ.સી.બી. નો સપાટો.
એક તરફ જયારે વડા પ્રધાન ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો કરી રહ્યા છે ત્યારે જો વાડજ ચીભડાં ગળતી હોય તેમ ઈન્ક્મટેક્સના અધિકારીઓ જ આટલી મોટી રકમ માંગી અને તેમના ભંડાર ભરતાં રહેશે તો તેમને કોણ પકડશે એવો એક યક્ષ પ્રશ્ન આજે દાહોદમાં ઉઠવા પામ્યો છે. જયારે દાહોદમાં ઈન્ક્મટેક્સ અધિકારી દિનેશ મીના પોતેજ એ.સી.બી. ના છટકામાં ફસાયા છે. પોતાની ફરજકાળ દરમિયાન મોટે ભાગે ટેબલ નીચેના વ્યવહારો થકી લાખો રૂપિયાની બેનામી સંપત્તિ ભેગી કરનાર લાંચિયા અધિકારીને લાંચ વિરોધી શાખાએ દાહોદ આઇ.ટી. ના ૧ ભ્રષ્ટ અધિકારીને રંગે હાથે ઝડપી પાડયા હતા. જયારે દિનેશ મીણાને અને ત્રીજા પટાવાળો જેને એ.સી.બી. અજાણ્યો વ્યક્તિ તરીકે કેસમાં દર્શાવે છે તેના હોશકોશ ઉડી ગયા હતા. દાહોદ એ.સી.બી.ની રેડ પડતા અને પોતે સાણસામાં સપડાઇ ગયાની જાણ થઇ હતી. આ બન્ને કર્મચારીઓ રૂપિયા 8 લાખની થેલી હાથમાં લઇ પાછળ દરવાજેથી લિફ્ટમાં થઇ ભાગી ગયા હતા અને ત્યાર બાદ એ.સી.બી.એ ૩ વિરૂધ્ધ લાંચરૂશ્વત ધારા ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ એ.સી.બી. ચલાવી રહી છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા થોડા સમય પહેલાં સર્ચ કરવામાં આવ્યું હતું તેમા ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ રણછોડરાય પેટ્રોલિયમ પર આઈ.ટી દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતુ તેમા રૂ.૭ કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી જેમાં આઇ.ટી. ના ઉચ્ચ અધિકારી દ્વારા દિનેશ મીણા અને સી.એ. ભરત અગ્રવાલ તથા ત્રીજો વ્યક્તિ જે ઈન્ક્મટેક્સ ઓફિસનો પટવાળો જ છે તેઓના દ્વારા દ્વારા ૭ કરોડની બેનામી સંપત્તિના સેટલમેન્ટ રૂપે ૬૫ લાખની કટકી માંગવામા આવી હતી જેમા રણછોડરાય પેટ્રોલિયમના માલિક મહેશભાઈ મોરી દાહોદ એ.સી.બી.માં ફરિયાદ નોધાવી હતી જેમાં દાહોદ એ.સી.બી.એ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમા પહેલા હપ્તો રૂ ૭ લાખ ૧૧/૩/૨૦૧૭ના રોજ આઇ. ટી. ઓફીસમાં દિનેશ મીણા અને ભરતભાઈ અગ્રવાલ ને આપવામાં આવ્યા હતા અને જયારે આજે બીજાં હપ્તા રૂપે ૮ લાખ રૂપિયા આઇ.ટી. ઓફિસમાં આપતાં પરિણામે દાહોદના એ.સી.બી.ના પી.આઇ. એમ.જે. ડામોર સહિતની ટીમે સરકારી પંચો સાથે રાખી છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં દાહોદ આઇ.ટી.ના સી.એ. ભરતભાઈ અગ્રવાલને રૂ ૮ લાખ ફરિયાદી મહેશભાઈ મોરીએ પાવડર લગાવેલ રૂપિયા ૮ લાખ આપ્યા હતા. ત્યારે આ દરમિયાન એસીબી ટીમ ત્રાટકતા આઇ.ટી. સી.એ. ભરતભાઈ અગ્રવાલ એ.સી.બી.ના હાથે ઝડપાઇ ગયા હતા તથા દિનેશ મીણાને અને ત્રીજા અગ્યાત વ્યક્તિના હોંશકોંશ ઉડી ગયા હતા. દાહોદ એ.સી.બી.ની રેડ પડતા અને પોતે સાણસામાં સપડાઇ ગયાની જાણ થઇ હતી. આ બન્ને કર્મચારીઓ ભાગી ગયા હતા એ.સી.બી.એ ૩ વિરૂધ્ધ લાંચરૂશ્વત ધારા ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ એ.સી.બી. ચલાવી રહી છે.