દાહોદમાં NA ના બોગસ ઓર્ડર બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગવતા સરકારી કચેરીમાં દલાલી કરતા શૈશવ પરીખ અને હારુન પટેલ ની DDO ના ચીટનીશ અને પ્રાંત અધિકારી દાહોદ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ
વિગતવાર વાત કરીએ તો દાહોદમાં નગરાળા રોડ ઉપર આવેલ સર્વે નં 303, 305, 306 વાળી ખેતીની જમીન જકરિયા મેહમુદ ટેલર ના નામે હતી આ જમીનના ખોટા NA ઓર્ડર બનાવી અને જમીનનમાં પ્લોટિંગ કરી વેચી દીધા હતા આ મમલો દાહોદ DDO ને ઘ્યાને આવતા તેમણે મામલે દાહોદ પોલીસમાં અરજી કરાવેલ અને તપાસમાં NA હુકમો બોગસ હોવાનું બહાર આવતા તેમણે તેઓના ચીટનીશ દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દાહોદના અન્ય નકલી ઓર્ડર નો મામલો રળિયાતી ગામ તરફ આવેલ સર્વે નં 376/1/1/4 નો છે જે સર્વે નં માં પણ શૈશવ પરીખ દ્વારા ખોટા NA નો ઓર્ડર બનાવી હારુન રહીમ પટેલ અને શૈશવ દ્વારા પ્લોટીંગ પડી અને વેચવાનું શરૂ કરી દેતા આ મામલો ધ્યાને આવતા દાહોદ પ્રાંત અધિકારી દ્વારા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી કચેરીઓમાં દલાલી કરતા શૈશવ પરીખ અને હારુન પટેલ ની ધરપકડ કરી હતી
આમ દાહોદમાં ભૂમાફીયાઓ દ્વારા જમીન ના NA ના નકલી હુકમો બનાવ્યા જમીન NA કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગઇ અને એમાં એન્ટ્રી પણ સર્ટિફાઇડ થઈ ગઈ તો શું સરકારી અધિકારીઓ પણ આ મામલે જવાબદાર નથી જેમને હુકમની તપાસ કર્યા વગર એન્ટ્રી સર્ટિફાઇડ કરી.
શુ પોલીસે શૈશવ પરીખ, ઝકરિયા અને હારુન એમ ત્રણ ઈસમોની ધરપકડ કરી અને એમાં કોઈ અધિકારીઓની મીલીભગત છે કે કેમ તેની તલસ્પર્શી તપાસ થશે કે કેમ ? પૂછતા તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે સઘન અને ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે અને એમાં હજી અન્ય નામો બહાર આવાની શક્યતા છે. તેવું જણાવ્યું હતું.
Byte – Dysp જગદીશ ભંડારી