Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં કેન્દ્રીય વિદ્યાલયના નવીન ભવનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોર

દાહોદમાં કેન્દ્રીય વિદ્યાલયના નવીન ભવનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પ્રયત્ન અને દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના મહેનતના ભાગ રૂપે આજે દાહોદને આ કેન્દ્રીય વિદ્યાલયનું નવીન ભવન લોકોને અર્પણ કરવામાં આવ્યું હતું.
દાહોદમાં આજે સવારે કેન્દ્રિય વિદ્યાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ ભારત સરકારના મંત્રી જસવંતસિંહ ભભોર, ગુજરાત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે રાજયના ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ,પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના આદિવાસી-પછાત બક્ષીપંચના બાળકોની ઉજજવળ કારકિર્દી માટેની ભેટ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય વિદ્યાલયના નવિન ભવન સાથે આપી છે. દાહોદ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વસતા આદિવાસી-પછાત-બક્ષીપંચના લોકાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લાના બાળકને ડોકટર બનવા માટે મેડિકલ કોલેજ, ફિજીયોથેરાપી કોલેજ, ઇજનેર બનવું હશે તો ઇજનેરી કોલેજ વગેરે શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ સીટી, દાહોદ નગરપાલિકા અને મહત્વા કાંક્ષી જિલ્લા તરીકે દેશમાં દાહોદ નગરપાલિકા અને દાહોદ જિલ્લો અગ્રસ્થાને છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વાષિર્ક રૂા. ૬૦૦૦/- ખેડૂતના ખાતામાં સીધા જમા થશે. તેનો પ્રથમ હપ્તો ₹.2000 ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થઈ ગયો છે. અને  2022 સુધી ખેડૂતોની આવક બમણી થાય તે માટેના કેન્દ્રની અમારી ભાજપ સરકારના પ્રયત્ન છે. તેમ જણાવતા જિલ્લા રાજય અને દેશના વિકાસમાં સૌ સહિયારા પ્રયાસો કરીએ તેવી આ તબકકે રાજયમંત્રીએ અપેક્ષા વ્યકત કરી હતી.
કેન્દ્રીય મંત્રી જસવતસિંહ ભાભોરે જણાવ્યું કે અમે આભાર માનીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા આ કેન્દ્રીય વિધાલયના નવિન ભવનની મંજુરી માટે ભારત સરકારના H.R.D. વિભાગના મંત્રી શ્રીમતી સ્મૃત્તિબેન ઇરાનીએ અથાગ પ્રયત્નો કર્યા હતા અને તેનું ૧૯-૫-૨૦૧૬ ના રોજ ખાત મુર્હત થયું હતું. જે આજે રૂા. ૧૫.૮૭ કરોડ ના ખર્ચે ૧૫ એકર જમીનમાં ૪૫ ઓરડાઓ સાથે બાળકોને ગમે તેવા વાતાવરણ સાથેનું હવા ઉજાસ સાથેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પહેલા માત્ર ૯૦ બાળકો આ કેન્દ્ર વિધાલયમાં ભણતા હતા. આજે ૪૨૬ બાળકો ધો. ૧૦ સુધી ભણે છે. હવે આ નવિન ભવનમાં ૧૦૦૦ બાળકો ધો. ૧ થી ૧૨ સુધી અભ્યાસ કરી ગુણવત્તા યુકત શિક્ષણ મેળવી ઉજજવળ ભવિષ્ય બનાવી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વિદ્યાલયમાં બાગબગીચો, રમતગમતનું મેદાન, રમતગમતના સાધનો, અદ્યતન લેબોરેટરી પણ છે. પરેલ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને હાઇવે પર થઈને શાળાએ ના જવુ પડે તેના  માટે દાહોદ જિલ્લા કલેકટરને જણાવ્યું કે જો પરેલ વિસ્તારમાંથી કોઈ રસ્તો થતો હોઈ તો તે રસ્તો જલ્દી બનાવી દેવામાં આવે. સાંસદે એવું પણ જણાવ્યું હતું કે દાહોદની લગભગ બધી જ માંગો પુરી થઇ ગઈ છે. જેમાં પીવાનું પાણી હોય, કે મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ, ફિઝિયોથેરાપિ કોલેજ હોય કે રેલ્વે વર્કશોપ એક્સપાન્શન અને સ્માર્ટ સીટીમાં દાહોદમાં અન્ય કામો શરુ કરી દેવાયા છે, કેન્દ્રીય વિદ્યાલયમાં કેન્દ્રમાંથી દાહોદમાં બદલી થઇને આવતા અધિકારીઓ કર્મચારીઓ ખાસ કરીને રેલવેના, તેમને જે પોતાના બાળકોના એડમિશન માટે મુશ્કેલીઓ પડતી હતી તે હવે નહિ પડે.
આ પ્રસંગે અમદાવાદ પ્રદેશ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના ડેપ્યુટી કમિશનર શ્રી જયદીપ દાસે સ્વાગત પ્રવચન સાથે વિદ્યાલયની ભૂમિકા રૂપરેખા પૂરી પાડી હતી. આભાર વિધિ કેન્દ્રીય વિદ્યાલયના પ્રભારી પ્રાચાર્યશ્રી રવિ જૈને કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વિજય ખરાડી, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, ધારાસભ્ય વજેસિંહ પણદા, ધારાસભ્ય રમેશભાઇ કટારા, અમદાવાદ ઝોનના ડેપ્યુટી કમિશનર જયદીપ દાસ, દાહોદ રેલવે વર્કશોપના ડેપ્યુટી C.M.E. એલ.એન.દાહમા, અંગત મદદનીશ અધિકારી એ.એસ.સાગર, વિભાગીય ઇલેકટ્રીક ઇજનેર અમિતેશ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, નગરપાલિકા પ્રમુખ અભિષેક મેડા, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ, કેન્દ્રીય વિદ્યાલય નો સ્ટાફ ગણ, બાળકો, વાલીઓ, નગરજનો અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં લોકો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિધાલયના બાળકોએ સુંદર લયબધ્ધ પ્રાર્થના, સ્વાગત ગીત, ગુજરાતી ગરબો તથા આદિવાસી લોકનૃત્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીઓ તથા મહાનુભાવોનું જિલ્લા પ્રશાસન, રેલવે વિભાગ, કેન્દ્રીય વિદ્યાલય તથા જિલ્લા – તાલુકાના પદાધિકારીઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments