THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૧૪/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ કોરોના વાઇરસ દાહોદ જીલ્લામાં ફરીથી ત્રાટક્યો હતો અને કુલ ૧૯ લોકોને કોરોના વાઈરસે ચપેટમાં લઈ લીધા છે. આ ૧૯ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ જાહેર થતા છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩૫ લોકો પોઝીટીવ જાહેર થયા છે. તે બાબતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં ઉથલપાથલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે ૧૬૮ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૬૮ સેમ્પલો પૈકી ૧૪૯ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૯ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. તે સબબ આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખલભળાટ મચી ગઇ છે.
સમગ્ર ભારત માં જે દિવસથી અનલોક – ૨ શરૂ થયું છે તે દિવસથી લઈને આજ દિન સુધીમાં કોરોના મહામારીએ દાહોદ શહેર અને જીલ્લામાં ભારે માથું ઊચું કર્યું છે. આ કોરોના મહામારીના કારણે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર સૂચનો પણ કરવામાં આવે છે, કે કારણ વગર ઘરની બહાર ન નીકળો પરતું લોકો આ બાબતને લોકો ગંભીરતાથી લેતા નથી માટે જ દાહોદ શહેર અને જિલ્લાને આનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે. અને છેલ્લા કેટલાય દિવસથી નાના ડબગરવાડ, મોટા ડબગરવાડ, ગૌશાળા, ઘાંચીવાડા, દેસાઈવાડામાં તથા હાલમાં જ ગોધરા રોડ, સ્ટેશન રોડ અને ગોદી રોડ ઉપર પણ કેસ વધતાં આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે. અને આ દરેક વિસ્તારમાં જો લોકો સાવચેતી નહીં રાખે તો પરિસ્થિતી વિકટ બનતા વાર નહીં લાગે અને આ તમામ વિસ્તારોને હોટ સ્પોટ બનતા કોઈ રોકી શકશે નહીં.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આજ રોજ તા.૧૪/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાતા બ્લાસ્ટ થવા પામ્યો છે. અને કુલ ૧૯ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) જરીનાબેન શબ્બીરભાઈ ખુરેશી, ઉ.વ. – ૫૫ વર્ષ રહે. દાહોદ, (૨) ફિરોઝભાઈ અલીહુસેન મુલ્લામીઠાવાલા, ઉ.વ. ૬૫ વર્ષ, રહે. ગોધરા રોડ, દાહોદ, (૩) શંકર ગોપાલ લખવાણી, ઉ.વ. ૫૫ વર્ષ, રહે. દાહોદ, (૪) વીણા દિલિપ લખવાણી, ઉ.વ. ૫૨ વર્ષ, રહે. દાહોદ, (૫) દિપીકા શંકર લખવાણી, ઉ.વ. ૧૯ વર્ષ, રહે. દાહોદ, (૬) હેમાબેન શંકર લખવાણી ઉ.વ. ૫૨ વર્ષ, રહે. (૭) સંજયભાઈ તેજમલભાઈ કપુર ઉ.વ. ૫૬ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ (૮) ઇતેલાબેન સંજયભાઈ કપુર ઉ.વ. ૫૪ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (૯) અજયભાઈ તેજમાલભાઇ કપુર ઉ.વ. ૫૫ વર્ષ રહે. ગોદી રોડ, દાહોદ, (૧૦) રાજેશભાઈ કનૈયાલાલ કાબ્રાવાલા ઉ.વ. ૫૦ વર્ષ રહે. ગૌશાળા, દાહોદ, (૧૧) સોનલબેન રાજેશભાઈ કાબ્રાવાલા, ઉ.વ. ૪૬ વર્ષ રહે. ગૌશાળા, દાહોદ, (૧૨) ડો. કેઝાર દાહોદવાલા, ઉ.વ. ૬૭ વર્ષ, રહે. સ્ટેશન રોડ, દાહોદ, (૧૩) કોમલબેન રવિકુમાર ભાટિયા ઉ.વ. ૨૧ વર્ષ, રહે. કામલીયાવાડ, દાહોદ, (૧૪) પ્રવીણચંદ્ર માણેકલાલ તલાટી ઉ.વ. ૭૧ વર્ષ, રહે. ગુજરાતીવાડ, દાહોદ (૧૫) દર્શનાબેન અરવિંદભાઇ શાહ ઉ.વ. ૪૫ વર્ષ રહે. લબાના વાડ, બાંડીબાર, તા. લીમખેડા, જી. દાહોદ (૧૬) મુકેશ ચેનીયાભાઇ ભુરિયા ઉ.વ. ૩૦ વર્ષ, રહે. ભે-પાટીયા, તા. ગરબાડા, જી. દાહોદ (૧૭) આપીલ તેરસિંઘ ભુરિયા, ઉ.વ. ૧૫ વર્ષ રહે. ભે-પાટીયા તા. ગરબાડા, જિ. દાહોદ. (૧૮) લલિતાબેન રમેશભાઈ રાઠોડ ઉ.વ. ૩૫ વર્ષ, રહે. ભે-પાટીયા તા. ગરબાડા, જી. દાહોદ અને (૧૯) કનકસિંગ નટવરસિંગ જાદવ ઉ.વ. ૨૩ વર્ષ રહે. વાંસીયા ડુંગરી, તા. ધાનપુર, જી. દાહોદનાઓમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ૧૯ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
વધુમાં આજે એક મહિલા સહિત અન્ય બે વ્યક્તિઓ કે જેઓ કોરોના પોઝીટીવ હોવાથી ઝાયડસ હોસ્પીટલમાં દાખલ હતા ત્યાં તેઓના મૃત્યુ થયા છે. આ ત્રણ વ્યક્તિઓમાં મહિલાનું નામ સુકલીબેન વીરસિંગભાઇ પરમાર ઉ.વ. ૬૦ વર્ષ, રહે.ભીલવાડા, રમેશચંદ્ર મણિલાલ સેવક ઉ.વ. ૬૨ વર્ષ રહે. દેસાઈવાડા અને કુતબુદ્દીન અબ્દુલહુસેન કાજી ઉ.વ. ૭૫ વર્ષ રહે. ગોધરા રોડ, કે જેઓ ગત રોજ કોરોના પોઝીટીવ જાહેર થયેલ અને તેમના મૃત્યુ ડાયાબીટીસ, હાયપરટેન્શન અને કિડની ફેલ થઈ જવાના કારણે થયા છે. અને આજ રોજ કોરોના પોઝીટીવ જાહેર થયેલ કુલ ૧૯ વ્યક્તિઓમાથી પ્રવીણચંદ્ર માણેકલાલ તલાટી ઉ.વ. ૭૧ વર્ષ રહે. ગુજરાતીવાડ, દાહોદનાઓનું પણ મૃત્યુ થતાં કુલ ૦૪ મોત સાથે જીલ્લામાં કોરોના મહામારીના કારણે કુલ ૧૦ લોકો મૃત્યુનો શિકાર બન્યા છે.
દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માથી આજે સરકારની ગાઈડલાઇન મુજબ એક મહિલા નામે જાગૃતિબેન વિનોદભાઇ દેવદા રહે. ડબગરવાડ, દાહોદ સાજા થતાં તેમણે રજા આપવામાં આવી છે. અને અન્ય ૦૩ વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે જેઓના નામ (૧) મનોજભાઇ હરવાની, રહે. ગોદી રોડ, દાહોદ, (૨) પવનકુમાર કેવલચંદ જૈન, રહે. નરસિંગ કોલોની, ગોધરા રોડ, દાહોદ, (૩) ભરતકુમાર ચોપડા, રહે. દાહોદના છે. આ તમામ ને પણ આજે હોમ આઇસોલેશન રહેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાથી રજા આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૧૪, લીમખેડા તાલુકામાં – ૦૧, ગરબાડા તાલુકામાં – ૦૩ અને ધાનપુર તાલુકામાં – ૦૧ પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૧૭૦ થઈ છે. જેમાંથી આજે ૦૧ વ્યક્તિ સરકાર ની ગાઈડ લાઇન મુજબ સાજા થયેલા જાહેર કરતા અને અન્ય ૦૩ વ્યક્તિઓને હોમ આઇસોલેશન કરતાં કુલ ૬૮ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૨ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો ૧૦ થયો છે.