THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે એક સાથે કુલ ૨૬ વ્યક્તિઓને કોરોના મહામારીએ ચપેટમાં લીધા છે. આ સાથે કુલ ૨૬ લોકો ઉપર કોરોનાનો બ્લાસ્ટ થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને હવે તો રોજે રોજ કોરોના વાઇરસના કેસ એટલા વધી રહ્યા છે કે આજે અમદાવાદ, સુરત અને વડોદરા કરતાં પણ વધુ ઝડપથી દાહોદ પણ મીની વુહાન બનવા તરફ વધી રહ્યું હોય તેમ જણાય છે. લોકોમો લોકલ ટ્રાન્સમિશન વધતાં કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને આજે સમગ્ર દાહોદ શહેરમાં ભયનું વાતાવરણ સર્જન પામી રહ્યું છે.
આજે તા.૨૨/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ કુલ ૨૬ વ્યક્તિઓ કોરોના મહામારીની ચપેટમાં આવી જવાના કારણે દાહોદ શહેર અને સમગ્ર જીલ્લામાં ભયનું વાતાવરણ સર્જાવવા લાગ્યું છે. આજે તા.૨૨/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ દાહોદ નગર પાલિકા પુર્વ પ્રમુખ સહિત કુલ ૨૬ જેટલા કોરોના પોઝીટીવ કેસ જાહેર થયા હતા. તે બાબતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૪૭ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૪૭ સેમ્પલ પૈકી ૧૨૧ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૨૬ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
હાલમાં કોરોનાના કોમ્યુનિટિ સંક્રમણના કારણે વધુ ને વધુ કેસ જોવા મળી રહ્યા છે. દાહોદ શહેરમાં એક બાજુ નગર પાલિકા પ્રમુખ – ઉપપ્રમુખ દ્વારા લોકોને અપીલ કરી પોતાની દુકાનો સ્વયં બંધ કરવા જણાવેલ છે, પરંતુ સવાર સવારમાં મુખ્ય બજારમાં જ શાકભાજી, ફળ, ફૂલો લઈને બેસનારા લોકોની સંખ્યામાં એટલો બધો વધારો થઈ ગયો છે અને ત્યાં ભીડ જોતાં કીડિયારું ઉભરતું હોય તેમ લોકો દેખાય છે. ત્યારે લાગે છે કે કોરોના જેવી કોઈ મહામારી તેમણે નડતી નથી. જો આ પ્રકારે સવાર સવારમાં જો ભીડ ઉપર કાબૂ કરવામાં નહીં આવે તો આ મહામારી વધુ ને વધુ વકરશે તેવું પણ જણાઈ રહ્યું છે.
આજ રોજ તા.૨૨/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૨૭ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) ધર્મેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ ઉ.વ. ૫૪ વર્ષ, રહે. કાલાભાઈ પેટ્રોલપંપ સામે, દાહોદ, (૨) કુમકુમ નરેન્દ્રભાઈ ગડરીયા, ઉ.વ. ૧૦ વર્ષ, ઘનશ્યામ સોસાયટી, દાહોદ, (૩) જગદીશભાઈ મોતીલાલ સૂર્યવંશી, ઉ.વ. ૬૮ વર્ષ, રહે. ગોધરા રોડ, દાહોદ (૪) ઝુબેદાબેન હકીમુદ્દીન બોડગામવાલા ઉ.વ. ૮૬ વર્ષ, રહે. વણઝારવાડ, દાહોદ., (૫) સુરેશભાઈ માણેકલાલ કાબ્રાવાલા ઉ.વ. ૭૫ વર્ષ, રહે. હનુમાન બજાર, દાહોદ, (૬) કલ્પેશભાઈ લક્ષ્મણદાસ ભાટીયા, ઉ.વ. ૪૨ વર્ષ, રહે. સહકાર નગર, દાહોદ, (૭) કિરણકુમાર પુંજાલાલ પરમાર ઉ.વ. ૩૪ વર્ષ, રહે. નગરાળા, દાહોદ (૮) ઈકબાલ નિઝમુદ્દીન અન્સારી, ઉ.વ. ૨૯ વર્ષ રહે. ઝાયડસ મેડિકલ હોસ્પિટલ, દાહોદ, (૯) હંસાબેન હરીશચંદ્ર લાલપુરવાલા, ઉ.સી. ૬૪ વર્ષ, રહે. મંડાવાવ રોડ, દાહોદ, (૧૦) હરીશચંદ્ર કે. લાલપુરવાલા, ઉ.વ. ૬૭ વર્ષ, રહે. મંડાવાવ રોડ, દાહોદ, (૧૧) ભગવાનદાસ રીજુમલ થાવરાની, ઉ.વ. ૫૬ વર્ષ રહે, સ્વસ્તિક સોસાયટી, દાહોદ, (૧૨) રાજેશભાઈ આસનદાસ સહેતાઈ (પુર્વ પ્રમુખ, દાહોદ નગર પાલિકા), ઉ.વ. ૪૯ વર્ષ, રહે. સિટી ગ્રાઉન્ડની સામે, સિંધી સોસાયટી, દાહોદ, (૧૩) પ્રકાશ આસનદાસ સહેતાઈ, ઉ.વ. ૪૫ વર્ષ, રહે. સિટી ગ્રાઉન્ડની સામે, સિંધી સોસાયટી, દાહોદ, (૧૪) ફાતેમા બુરહાનભાઈ હોશિયાર, ઉ.વ. ૩૪ વર્ષ રહે. સૈફી મહોલ્લા, દાહોદ, (૧૫) મોહમ્મદ બુરહાનભાઈ હોશિયાર, ઉ.વ. ૧૪ વર્ષ, રહે. સૈફી મહોલ્લા, દાહોદ, (૧૬) બિલકીશ ફકરુદ્દીન કુંદાવાલા, ઉ.વ. ૭૪ વર્ષ, રહે, સુજાઈ બાગ, દાહોદ, (૧૭) રિયાઝ ઉમર મોલવી, ઉ.વ. ૪૭ વર્ષ, રહે. યાદગાર ચોક, દાહોદ, (૧૮) શિવાંગી મયુરભાઈ સોની, ઉ.વ. ૪૦ વર્ષ, રહે. જલવિહાર સોસાયટી, સ્ટેશન રોડ, દાહોદ, (૧૯) મનુબેન કલસિંગભાઈ કિશોરી, ઉ.વ. ૭૫ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (૨૦) કલસિંગભાઈ ફતાભાઈ કિશોરી, ઉ.વ. ૮૫ વર્ષ, રહે. ગોદી રોડ, દાહોદ, (૨૧) નિખિલ આર. પરમાર, ઉ.વ. ૩૧ વર્ષ રહે. દાહોદ, (૨૨) ભૂપેશકુમાર શ્યામલાલ શાહ, ઉ.વ. ૪૩ વર્ષ રહે. દાહોદ, (૨૩) દેવીદાસ જયરામદાસ ખત્રી, ઉ.વ. ૫૬ વર્ષ, રહે. સ્વસ્તિક સોસાયટી, દાહોદ, (૨૪) મુસ્તુફા સૈફુદ્દીન અખ્તરવાલા, ઉ.વ. ૬૦ વર્ષ, રહે. નવજીવન મીલ – ૨ રોડ, દાહોદ, (૨૫) જયંતિભાઈ કાલીદાસ દેવડા, ઉ.વ. ૭૨ વર્ષ, રહે. મોટા ડબગરવાડ, દાહોદ અને (૨૬ મહેશભાઈ દીતાભાઈ ગરાસિયા, ઉ.વ. ૩૯ વર્ષ રહે, સાંપોઇ, તા. ઝાલોદ, જી. દાહોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને ૨૬ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS IS POWERED BY — PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૨૫ અને ઝાલોદ તાલુકામાં ૦૧ પોઝીટીવ કેસ આવતા કુલ ૨૬ કોરોના પોઝીટીવની સાથે કુલ સંખ્યા ૩૨૦ થઈ છે. જેમાંથી આજે કુલ ૦૭ વ્યક્તિઓને સરકારી ગાઈડ લાઇનને આધારે સાજા થતાં તેમણે હોસ્પિટલમાથી રજા અપાતા કુલ ૧૧૭ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૮૨ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો ૦૪ અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા ૧૭ લોકો મળી કુલ મૃત્યુ આંક ૨૧ ઉપર પહોંચી ગયો છે.