દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાઈરસના વધુ 02 દર્દીઓને ગત રોજ તા.૧૦/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 09 રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 60 વર્ષીય કંકુબેન દેવડા અને 28 વર્ષીય શિરીનબેન ગરબાડાવાલા કોરોના વાઈરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાઈરસની સઘન સારવાર હેઠળ હતા. સઘન સારવારને કારણે તેઓ કોરોનાથી મુક્ત થતાં આ બન્નેને હોસ્પિટલમાંથી સ્ટાફના તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.
દાહોદમાં કોરોના વાઈરસના 02 દર્દી સાજા થતાં રજા અપાઇ, ૯ એક્ટિવ કેસ
RELATED ARTICLES