દાહોદ જીલ્લામાં અનઅધિકૃત રેતીનું ખનન વહન અને ઓવરલોડનાં ચેકિંગ માટે જીલ્લા મેજીસ્ટ્રેટ એમ એ ગાંધી સાહેબની સુચના મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી કમલેશ બોર્ડર દ્વારા જીલ્લાની ત્રણ ટીમો રાખી જે કે જાદવ, એસ.ડી.એમ પી. એ.ગામીત અને એ. બી.પાંડોરની અધ્યક્ષતામાં મહેસુલ ખાણ ખનીજ આર. ટી .ઓ અને પુરપાઠાની ટીમ તેમજ જીલ્લા પોલીસ વડા મનોજ નીનામા ની પોલીસ ટીમો સાથે 50 નાં સ્ટાફ કાફલા સાથે દેવગઢ બારીયા ખાતે આવેલી નદીમાં સપોર્ટ ઉપર અને લીમખેડા રોડ ઉપર ગોઠવી ચકાસણી કરતા ઓવરલોડનાં કુલ 8 કેસ કરી રૂપિયા 1,16,400 આર. ટી.ઓ દ્વારા વસુલ કરવામાં આવ્યા.તદુપરાંત બિનઅધિકૃત ખનન બદલ અંદાજીત રૂપિયા 55,12,400 ની રકમનાં 6 ટ્રક 2 જેસીબી અને 6 ટ્રેક્ટર મળી કુલ 14 વાહનો ડીટેઈન કરવામાં આવેલ છે.જેની કાયદેસરની કાર્યવાહી કરી છોડવામાં આવશે જે બાબતનાં ખાણ ખનીજ દ્વારા કેસો કરવામાં આવ્યા ખાણ ખનીજ દ્વારા રૂપિયા 5,50,000 નો દંડ વસુલવામાં આવ્યો ટ્રકમાં કેરોસીનનો ઉપયોગ બળતણ તરીકે થતો હોવાનું માલુમ પડતા પુરવઠા વિભાગ દ્વારા 1ટ્રકના બળતણનાં સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલી આપેલ છે. જે વિગત આ અખબારી યાદીમાં કલેકટર કચેરી તરફથી જણાવવામાં આવેલ છે. આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં સોપો પડી અને ફફડાટ વ્યાપી ગયો હતો.
દાહોદમાં ખનન માફિયાઓ પર તંત્રનો સપાટો પંચાવન લાખ નો મુદ્દા માલ કબજે ને 6લાખ ઉપરાંતના જુદા જુદા દંડ ફટકાર્યા
RELATED ARTICLES