Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં ગણપતિ બાપ્પાની ધૂમધામ અને DJ નાં તાલે વિદાય

દાહોદમાં ગણપતિ બાપ્પાની ધૂમધામ અને DJ નાં તાલે વિદાય

 દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ગણપતિ બાપ્પા દશ દિવસનું આતિથ્ય માણી આજે તા.૦૯/૦૯/૨૦૨૨ ને શુક્રવારના રોજ ધૂમધામ અને DJ નાં તાલે વિદાય લીધી હતી. દાહોદ નગરમાં દરેક મંડળો દ્વારા ગણપતિ બાપ્પાના અવનવા સ્વરૂપમાં પોતાના પંડાલમાં બિરાજિત કરી દસ દિવસ ખૂબ આગતા સ્વાગતા કરી આજ રોજ DJ નાં તાલે ખૂબ ધૂમધામથી વિદાય આપી હતી. ગણપતિ બાપ્પાની વિદાય નાં રૂટ માં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ અને ડ્રોન દ્વારા પણ સઘન રૂટ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. સમગ્ર રૂટ દરમિયાન ભાજપ અને અન્ય પાર્ટીઓ દ્વારા ગણપતિ બાપ્પાનું ગુલાબની પાંખડીઓ અને ગલગોટાના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

દર વર્ષે દાહોદના મુખ્ય તળાવ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું, પરંતુ દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે દરજ્જો મળતા તે તળાવમાં વિસર્જન કરવામાં નાં આવતા આ વર્ષે  ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન પરેલ વિસ્તારના ત્રણ રસ્તા આગળ જે તળાવ છે તેમાં કરવામાં આવ્યું હતું. આટલા લાંબા રૂટ દરમિયાન પણ બાપ્પાના ભક્તોમાં ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો હતો. નાના બાળક થી લઈને યુવાન હોય કે વૃદ્ધ હોય બધાજ પોતાના બાપ્પાને વિદાય આપવા આ રૂટ ઉપર થાક્યા વગર સતત DJ ના તાલે ઝુમતા ઝૂમતા વિદાય આપી હતી. ગણપતિ વિસર્જનમાં પોલીસ સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments