KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય શહેર દાહોદ ખાતે આજ રોજ મોડી સાંજના વિકાસ ગૌરવ યાત્રા શહેરમાં આવી સભાસ્થળ પર પહોચી તે પહેલા માજી ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ પણ સભાને સંબોધી હતી અને આ સમગ્ર ગુજરાત ગૌરવ યાત્રાનું સંચાલન પણ તેઓ જ પોતે જ કરી રહ્યા છે. ત્યારે તેમણે જણાવ્યુ હતું કે મોદીરાજમાં વિકાસ થવો એ સહજ બાબત છે. અને ભૂતકાળમાં જે વિકાસ થયો છે તેના કરતાં પણ વધુ વિકાસ આવનારા સમયમાં થશે અને લોકોના શુભચિંતક એવા આપણાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ ૧૫૦ પ્લસનો ટારગેટ પૂર્ણ કરશે.
ગુજરાત ગૌરવ યાત્રા દાહોદ શહેરમાં મોદી સાંજે આવતા લોકોએ ખુબજ ઉષ્માભર્યું સ્વાગત કર્યું ત્યારે ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓ બાબતે જાણકારી આપી હતી અને દાહોદની મૂળભૂત અને જૂની પાણીની એવી કડાણાની સમસ્યાઓનો અંત આણ્યો છે. તેમજ દાહોદ શહેરમાં વસ્તાઓ માટે રસ્તાઓ અને અન્ય સમસ્યાઓનો પણ ભાજપના રાજમાં જ અંત આવ્યો છે. દાહોદ શહેરને નવીન બસ સ્ટેશન આપેલ છે. દાહોદનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને ભૂતકાલમાં જે કોંગ્રેસની સરકાર પછાત અને આદિવાસી જિલ્લો છે એમ કહી જિલ્લાને દરેક કાર્યમાથી બાકાત રાખતી હતી તેની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લાને દરેક કામોને અગ્રિમતા આપી તેમજ જિલ્લાના ખેડૂતો માટે પણ સિંચાઇની વ્યવસ્થા કરી અને ખેડૂતોને આર્થિક બળ મળે તેના માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ભાજપ સરકાર જ છે કે જે તમામ રોડ રસ્તાઓના કામોને મંજૂર કરે છે પરંતુ દાહોદના ધારાસભ્યને ખોટી ટેવ પડી ગયેલ છે કે તેઓ ભાજપના મંજૂર કરેલા કામોના પોતે શ્રીફળ વધેરી મે કરાવ્યાનું ગાણું ગયા કરે છે.
પરંતુ દાહોદની જાગૃત જનતા એ બરોબર જાણી ગઈ છે કે આ તમામ વિકાસના કર્યો ભાજપના શાસનકાળમાં જ થયા છે અને ભાજપ સરકારે જ કર્યા છે જેથી કોંગ્રેસના દાહોદના ધારાસભ્ય ગમે તેવા બણગાં ફૂકે તો પણ તેનાથી દાહોદની જનતા ભ્રમિત થાય તેમ નથી અને એટ્લે જ મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં દાહોદની જનતા ચૂંટણીમાં કોંગ્રેસને કારમો પરાજય આપી દાહોદ જિલ્લાની તમામ છ એ છ બેઠકો પર ભાજપના ઉમેદવારોને વિજયી બનાવશે. તેમજ ગુજરાતનાં ૧૫૦ પ્લસ ( + ) ના મિશનને સાર્થક કરવામાં દાહોદ જિલ્લો સિંહફાળો આપશે.
ગુજરાત વિકાસ ગૌરવ યાત્રાની સભા શરૂ થાય તે સમયે મંચ ઉપર ઉપમુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલની સાથે સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા મંત્રી બચુભાઈ ખાબડ, શબ્દસરણ બ્રહ્મભટ્ટ તેમજ યુવા ભાજપના કાર્યકર્તાઓ રેલી દાહોદ જીલ્લામાં પ્રવેશી ત્યારથી જ સાથે રહ્યા હતા.