Wednesday, January 22, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં...

દાહોદમાં ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી, આદિવાસી પરિવાર દ્વારા માજી સૈનિકોનુ સન્માન

THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS

આઝાદી ના ૭૫ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા દાહોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને જીલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કીશોરી, જીલ્લા પંચાયત દાહોદ ના ઉપ પ્રમુખ સરતનભાઈ ચોહાણ, સામાજિક આગેવાન અને રોટરી પ્રમુખ નરેશ ચાવડા, જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઝીતરાભાઈ ડામોર, આદિવાસી સમાજના આગેવાન રાજેશ ભાભોર, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખચ્ચર, મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રીતેશ ભાટિયા તેમજ સામાજિક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામા આવી હતી.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS


આ અવસર પર ગુજરાત માજી સૈનિક સંગઠન ના પ્રમુખ શંકરભાઈ મોહોનીયાએ ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત અને સંગઠન દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરીનો અહેવાલ આપવામાં આવ્યો હતો. માજી સૈનિક સંગઠન દ્વારા પોલીસ દળ તથા દેશની સેવા માટે યુવાનો આર્મીમાં જોડાય તે માટે તથા સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે ૭૦૦ જેટલા યુવાન – યુવતીઓને વિના મુલ્યે દાહોદ જિલ્લાના સૈનિકો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

તાલીમ આપી રહેલા દાહોદ જિલ્લાના માજી સૈનિકો તથા તાલીમ લઈ રહેલા યુવાનો – યુવતીઓને સામાજિક કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી આદિવાસી યુવા સાંસ્કૃતિક ટ્રસ્ટ દાહોદ તથા આદિવાસી પરિવાર દ્વારા “ઉત્કૃષ્ટ સેવા સન્માન” દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત ઓલ કરાટે એસોસીએશનના પ્રમુખ અને કરાટે એકેડેમીના સંચાલક રાકેશ ભાટિયા તથા કલ્પેશ ભાટિયા દ્વારા કારાટેની તાલીમ પામેલ તાલીમાર્થીઓ દ્વારા કરાટેનો ડેમોસ્ટ્રેશન પણ રજુ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત જનમેદની આ કાયૅક્રમને નિહાળી મંત્રમુગ્ધ થઈ હતી.

આ કાયૅક્રમમા ઉપસ્થિત રહેવા માટે માજી સૈનિકો દ્વારા દાહોદ જિલ્લાના આગેવાનોની આભારની લાગણી વ્યક્ત કરી હતી.

CLEAN YOUR HAND REGULARLY WITH OXI9 POMEGRANATE HAND SANITIZER

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments