બે દિવસમાં કુલ આઠ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ગયા, હવે કુલ આઠ સક્રીય કેસ
દાહોદમાં કોરોનાને પરાસ્ત કરનાર ચાર મહિલાઓને આજે હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં દાહોદમાં કુલ 08 દર્દીઓ કોરોનાની મહાવ્યાધિમાંથી મુક્ત થયા છે. આ સાથે દાહોદમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ હવે કુલ 08 જ રહ્યા છે. ગત તારીખ ૧૮/૦૫/૨૦૨૦ ના રોજ અમદાવાદથી દાહોદના જૂની કોર્ટ વિસ્તારમાં આવેલી ત્રણ મહિલાઓ નામે મધુબેન ભૂલાભાઇ પરમાર ઉ.વ. – ૬૦ વર્ષ, ભીખીબેન રમણલાલ પરમાર – ઉ.વ. – ૬૦ વર્ષ, સુશિલાબેન મફતલાલ પરમાર ઉ.વ. – ૫૬ વર્ષ અને સીમલિયાના લલીતાબેન કચુ. કિશોરી ઉ.વ. – ૪૫ વર્ષનાને કોરોના પોઝેટિવ જાહેર થયા હતા. આ ચારેયને સારવારમાં ખસેડાયા હતા. પ્રથમ ત્રણ ક્રમાંકની મહિલાઓને કોવિડ કેર સેન્ટર અને લલીતાબેનને સિવિલમાં દાખલ કરાયા હતા. તબીબો દ્વારા આ ચારેય દર્દીઓને નિયત દવાના ડોઝ સાથે સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. દસ વીતી ગયા હોવા છતાં, તેમનામાં કોરોના વાયરસના કોઇ જ લક્ષણો જણાયા નહોતા. એટલે કે, તેઓ કોરોનામુક્ત થઇ ગયા હતા. તેની આ ચારેય દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતેની રજા આપવામાં આવી હતી. તેમને વિદાય આપતી વેળાએ હોસ્પિટલના સ્ટાફે તાળીઓના નાદથી તેમને વધાવી લીધા હતા.
દાહોદમાં ચાર મહિલાઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ
RELATED ARTICLES