Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં જનજાતીય ગૌરવ દિવસની ઉમળકાભેર થઈ ઉજવણી, ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા...

દાહોદમાં જનજાતીય ગૌરવ દિવસની ઉમળકાભેર થઈ ઉજવણી, ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન : નરેન્દ્ર સોની

ngTHIS NEWS IS SPONSORED BY –– SHRI KRIAHNA SWEETS

  • દાહોદ જિલ્લા કક્ષાએ ભગવાન બિર્સા મુંડાની જન્મજયંતિની ઉજવણી દાહોદ જિલ્લા ભાજપ દ્વારા દાહોદમાં ભગિની સર્કલ પાસે કરવામાં આવી.
  • આજે કેન્દ્ર સરકારે દેશની સમગ્ર જનજાતિઓને ગાૈરવ પ્રાપ્ત કરાવ્યુ.
  • દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી.
  • દાહોદ જિલ્લા કક્ષાએ ભગવાન બિર્સા મુંડાની જન્મ જયંતિ ની ઉજવણી દાહોદ જિલ્લા ભાજપ દ્વારા દાહોદમાં ભગિની સર્કલ પાસે કરવામાં આવી.

આજે તા.૧૫/૧૧/૨૦૨૧ ને સોમવારના રોજ આદિવાસીના મસિહા અને જેમણે દેશમાંથી અંગ્રજોને ભગાડવા માટે ૨૫ વર્ષની યુવાનીમાં દેશ કાજે સહાદત વહોરી છે, એવા બીરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા જનજાતિય ગૌરવ દિવસે સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રોફેસર ગૌતમ સંગાડા, સુધીર લાલપુરવાલા, નગર સેવાસદનના પ્રમુખ રીના પંચાલ, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત દેસાઈ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભગિની સમાજ સર્કલ ઉપર ભેગા થયા હતા. તમામ ઉપસ્થિત લોકેએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ઉપર ફૂલમાળા ચઢાવી તેમજ ફતેપુરા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. અને બીરસા મુંડા જન્મ જયંતી જનજાતિ દિવસની ઉજવણી ધામધૂમ થી કરી હતી.

દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુન્ડાની જન્મ જયંતિએ તેમને પુષ્પાંજલિ અર્પવાના કાર્યક્રમોની ભરમાર સર્જાઇ હતી. જિલ્લા પંચાયતમાં પણ જિલ્લા ભાજપાના મહામંત્રીએ પણ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. તેઓએ આજના દિવસને સમગ્ર જનજાતિઓ માટે ગાૈરવનો દિવસ ગણાવ્યો હતો.

હાલના ઝારખંડમાં રાંચી નજીક આવેલા ઉલીહાત ગામમાં સુગના મુંડા અને કરમી મુંડાને ઘરે બિરસા મુન્ડાનો જન્મ ૧૫ નવેમ્બર, ૧૮૭૫ માં થયો હતો. પહેલેથી જ તેમના મનમાં બ્રિટિશ શાસકો સામે રોષ હતો. જેથી ૧ આક્ટોબર ૧૮૯૪ ના દિને તેમણે નવ યુવાન નેતાના રુપમાં બધા મુન્ડાઓને એકત્ર કરી અંગ્રેજો સામે લગાન માફ કરાવવા પ્રથમ આંદોલન શરુ કર્યુ હતુ. ૧૮૯૫ માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને બે વર્ષની સજા પણ કરવામાં આવી હતી. દુષ્કાળમાં તેમણે સમાજના લોકોની અભુતપૂર્વ સેવા કરતા તેમને ધરતી આબાનુ બિરુદ મળ્યુ હતુ. ત્યારબાદ તેમણે અંગ્રેજો સામે જંગ છેડી હતી અને ૧૮૯૭ થી ૧૯૦૦ ના વર્ષ સુધી અંગ્રેજો અને બિરસા મુન્ડાજી તેમના શિષ્યો વચ્ચે યુધ્ધ ચાલતુ જ રહ્યું હતુ. ત્યારબાદ તેમણે બિરસા મુન્ડાએ જાતે ધરપકડ વ્હોરી લીધી હતી અને ૯ જુન, ૧૯૦૦ ના રોજ તેમણે કારાગારમાં રહસ્યમય રીતે અંતિમ શ્વાસ લીધા હતા. આટલા શૂરવીર હોવા છતાં તેમની ઓળખ આદિજાતી પુરતી સિમિત હતી, ત્યારે તેમને વૈશ્વિક ઓળખ આપવાની નૈતિક ફરજ ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારે અદા કરીને તેમના જન્મ દિવસને “જનજાતિ ગૌરવ દિન” તરીકે ઉજવવાનુ જાહેર કર્યુ છે. તેનાથી સમગ્ર સમાજને ગૌરવ પ્રાપ્ત થયુ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સપરમા દિવસના કાર્યક્રમમાં ભોપાલ હાજર રહ્યા હતા. દાહોદ જિલ્લામાં પણ જનજાતિ સમાજ જેમને ભગવાન માને છે તેવા બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાના કાર્યક્રમો ઠેર ઠેર યોજાયા હતા. જિલ્લા પંચાયત દાહોદમાં પણ ભાજપના જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ સોનીએ બિરસા મુન્ડાજીને પુષ્પાંજલિ અર્પી હતી. તેમના ઉદ્બબોધનમાં જણાવ્યુ હતુ કે આજનો દિવસ યુવાનો માટે પ્રેરણા રુપ છે, કારણકે બિરસા મુન્ડાએ જે બલિદાન આપ્યુ છે તે દેશ સેવા માટે યુવાધનને નવુ જોમ પુરુ પાડે છે. સાૈથી પહેલા દેશની વિભાવનાને સાર્થક કરતુ તેમનુ જીવન માત્ર જનજાતિઓ નહી પરંતું સમગ્ર દેશ માટે દીવાદાંડી સમાન છે. આજે જનનાયકને સાચી શ્રધ્ધાંજલિ મળી છે અને સમગ્ર દેશને તેમની સાચી ઓળખ મળી છે. કારણ કે તેમનુ ભારતની આઝાદીમાં અનન્ય યોગદાન રહેલુ છે.

વધુમાં દાહોદના કરાટે જગતના દિગ્ગજ અને ઓલ કરાટે એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર અને ચીફ કોચ રાકેશ ભાટિયા, અને ટ્રેડિશનલ વાડો રયુ કરાટે ડો એસોસીએશનના પ્રમુખ વિનોદ ખપેડ અને સમસ્ત કરાટે પરિવાર તરફથી પણ ભગિની સમાજ સર્કલ પર આવેલ બિરસા મુંડાજીની પ્રતિમા ઉપર પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી અને દરેકને શુભકામના પાઠવી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments