નારી તું નારાયણી સૂત્રને આજની બહેનોએ સિદ્ધ કરી બતાવ્યું છે. : જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર
સમગ્ર રાજ્યભરમાં અત્યારે ICDS વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અન્વયે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આંગણવાડી બહેનો ત્યારે દાહોદ જિલ્લામાં પણ રોજ બ રોજ વિવિધ પ્રવૃતિઓ થકી અનેકો કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે નિમિતે દાહોદમાં આદિવાસી ભવન ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને દાહોદ જિલ્લા પંચાયતના સંયુક્તક્રમે તાલુકા કક્ષાના નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી.
નારી તું નારાયણી સૂત્રને આજની બહેનોએ સિદ્ધ કરી બતાવ્યું છે એમ કહેતાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરએ ઉમેર્યું હતું કે, આજની નારી વિવિધ ક્ષેત્રોમાં સફળતાની સીડીઓ સર કરતી થઇ છે. આંગણવાડી બહેનોને સંબોધતા એમણે કહ્યું હતું કે, તમારા થકી જ સરકારશ્રીની ઘણી યોજનાઓ અમે છેવાડાના લોકો સુધી ફોન પહોંચતી કરી શક્યા છીએ. જે ખુબ જ સરાહનીય કાર્ય છે. સરકારશ્રી દ્વારા પણ બહેનોને આર્થિક સહાય માટે અનેકો યોજનાઓ હેઠળ મદદ કરી રહી છે.
આ કાર્યક્રમ દરમ્યાન નારી અદાલત, ૧૮૧ અભયમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી બહેનો સંબંધિત સેવાઓ અંગેની વિસ્તાર પૂર્વક જાણકારી પણ આપવામાં આવી હતી. ઉપરાંત દૂધ મંડળી ચલાવનાર બહેને પોતાના અનુભવ રજૂ કરીને પોતે તેમજ અન્ય બહેનોને આર્થિક રીતે સદ્ધર કઈ રીતે બન્યા એ જણાવ્યું હતું. તે સાથે આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું તેમજ રમત – ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થીનીનુ પણ અન્યોને પ્રેરણા દાયક બની રહે તે માટે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થી બહેનોને પોષણ કીટ, તેમજ કિશોરીઓને માતૃ શક્તિનું કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને તેમજ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ, દાહોદના ચેરમેન સુશીલાબેન બારીયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ યોજવામાં આવ્યો હતો. જે દરમ્યાન તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદાબેન કિશોરી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર ભગીરથ બામણ્યા સહિત અન્ય ૧૮૧ અભયમ ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર ટીમ, તેડાગર અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.