જૂની પેંશન યોજના લાગુ પડે અને નવી પેંશન યોજના દૂર કરવા રાજ્ય વ્યાપી કાર્યક્રમમા આજે દાહોદ જિલ્લામા તમામ કર્મચારી ધરણા અને રેલીમાં મોટી સંખ્યા જોડાયા હતા.
રાજ્ય શૈક્ષિક સંઘ અને સંયુક્ત મોરચા દ્વારા નવી પેંશન યોજનાના બદલે જૂની પેંશન યોજના માટે સમગ્ર ગુજરાતમા આવેદન તથા રેલીનું આયોજન થયેલ છે. જેના નેજા હેઠળ દાહોદ જિલ્લા શૈક્ષિક શિક્ષક સંઘ અને સંયુક્ત મોરચાના આયોજન અને માર્ગદર્શન હેઠળ ધરણા અને આવેદન આપવાનો કાર્યક્રમ દાહોદ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ સંવર્ગના કર્મચારીઓ મોટી સંખ્યા જોડાયા હતા. તમામ કર્મચારી જૂની પેંશન યોજના માટે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચે તે માટે સરકારના પ્રતિનિધિ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીને એક આવેદન રેલી સ્વરૂપે આપ્યું હતું. કર્મચારીઓ ના નિવૃતી બાદ જીવન નિર્વાહ માટે નવી પેંશન યોજના દૂર કરી જૂની પેંશન કર્મચારીઓને મળે તેવી કર્મચારીઓની માંગ હતી. અન્ય રાજ્યોમા જયારે જૂની પેંશન યોજનાને બહાલી મળી છે તો ગુજરાતમા કેમ નહિ?