Sunday, April 13, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં તાલુકા કક્ષાએ યોજાશે નેશનલ લોક અદાલત

દાહોદમાં તાલુકા કક્ષાએ યોજાશે નેશનલ લોક અદાલત

આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમા ચાલતા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.

દાહોદ જિલ્લાના તમામ રહેવાસીઓને જાણ કરવામાં આવે છે કે, નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશથી નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ જેમા ચેરમેન અને મહે.જયુડી.મેજી.સાહેબના અધ્યક્ષ સ્થાને (૧) દેવગઢ-બારીયા, (૨) લીમખેડા (૩) ઝાલોદ, (૪) ગરબાડા, (૫) ધાનપુર, (૬) ફતેપુરા તથા (૭) સંજેલી તાલુકા ખાતે કોર્ટોમાં તા.૦૮/૦૩/ ૨૦૨૫ ના શનિવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે નેશનલ લોક અદાલત યોજાશે.

આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાની તમામ કોર્ટોમા ચાલતા (૧) કિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, (૨) નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસો, (૩) બેંક રિકવરી વળતરના કેસો, (૪) વાહન અકસ્માતના રિપોર્ટવાળા કેસો તથા દરખાસ્તો સહિત, (૫) કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો, (૬) શ્રમયોગી સંબંધિત તકરારને લગતા કેસો, (૭) જમીન સંપાદન હેઠળના કેસો, (૮) વીજળી તથા લાઈટ બીલના કેસો (બીજીવાર કે તેથી વધુ વાર ચોરીના કેસો સિવાયના) તથા (૯) દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધિત, બેક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીંગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.

વધુમા ઉપરોકત જણાવેલ કેસોમા લોક અદાલતના માઘ્યમથી સમાધાન કરવા ઈચ્છતા તમામ પક્ષકારોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવી જેથી સામા પક્ષકારને નોટીસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પુરો કરી શકાય.

પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીંગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોનાં કાર્યક્ષેત્રમાં હોય ત્યાં આપ કે આપના વકીલશ્રીએ સંબંધિત કોર્ટમાં આપના કેસ તારીખ: ૦૮/૦૩/૨૦૨૫ (શનિવાર) ના રોજ આયોજીત “રાષ્ટ્રીય લોક અદાલત” માં મૂકવા સંપર્ક કરી શકાશે.

લોક અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ આવે છે અને વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતરના નાણાં ઝડપથી મળે છે. આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અને આ લોક અદાલતમાં તમામ પ્રકારના સમાધાન પાત્ર કેસો મૂકવા માટે દાહોદ જિલ્લાના દરેક વિ. વકીલો ને તથા નાગરીકોને અનુરોધ કરવા ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ, દાહોદ જે.એન.વ્યાસ દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments