THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદમાં આજે તા.૨૮/૦૩/૨૦૨૧ ને રવિવારને ફાગણ સુદ પૂનમને દિવસે હોળીકા દહનનો તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. આજ રોજ ફાગણ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે હોળી, એક પૌરાણિક કથાનુસાર કહેવામાં આવે છે કે ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભકત હતા. જ્યારે તેઓના પિતા હિરણ્યકશિપુ પોતાની જાતને જ ભગવાન માનતા હતા જ્યારે તેઓને જાણ થઈ કે તેમનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છે તો તેઓએ એમની બહેન હોલિકાને બોલાવીને પ્રહલાદને અગ્નિમાં સળગાવીને મારી નાખવાની યોજના કરી હતી. ગૌ માતાના ગોબરમાંથી બનાવેલા છાણાંને ગોઠવી બાજઠ પર ફોઈ હોળીકા પોતાના ભાણેજ પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી દીધો હતો ત્યારે બાદ તેમાં આગ લગાવતા ફોઈ હોલિકાનું દહન થઈ જાય છે. જ્યારે ભક્ત પ્રહલાદનો તે અગ્નિ વાળ પણ વાંકો કરી શકતી નથી. આ કથા ના આધારે હોળી દહનનો તહેવાર સમગ્ર ભારતમાં વર્ષો થી ઉજવવામાં આવી રહ્યો છે.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
તે અનુસાર દાહોદમાં પણ આજે હોલિકા દહન પરંપરાગત રીતે ઉજવવામાં આવી. કોરોના મહામારીના ચાલતા પ્રશાસનની ગાઈડ લાઈન હેઠળ ગાંધી ચોક ખાતે દાહોદ નગરની સૌથી મોટી હોળીનું આયોજન કરવામાં આવે છે અને આ હોળીમાં દર વર્ષે દાહોદના અલગ અલગ સમાજના અગ્રણી દ્વારા પૂજા અર્ચના કરી પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે અને આ વર્ષે દાહોદ સિંધી સમાજનો વારો હોવાના લીધે સિંધી સમાજના પ્રમુખ ભગવાનભાઈ વરેલાણી દ્વારા હોળી દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ હોળીની અગ્નિને લોકો મસાલા દ્વારા પોતપોતાના વિસ્તારમાં લઇ જઇ પોતાના વિસ્તારની હોળી પ્રગટાવે છે.
આ વખતે કોરનાની મહામારીને નાથવા માટે દાહોદ ગાયત્રી પરિવાર અને નગર પાલિકા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. દાહોદ ગાયત્રી પરિવાર દ્વારા 66 પ્રકારની સામગ્રી દ્વારા બનાવવામાં આવેલ હવન સામગ્રી દ્વારા આ હોળીમાં આહુતિ આપવામાં આવી હતી. આ હવન સામગ્રીથી દાહોદ શહેરની પાંચ અલગ અલગ જગ્યાએ પ્રગટાવવામાં આવેલ હોળીમાં લોકો દ્વારા આહુતિ આપવામાં આવતા તેનો ધુમાડો હવામાં ફેલાય અને તે ધુમાડો લોકોના શ્વાચ્છોશ્વાસમાં આવતા કેરોના સામે રક્ષણ મેળવવા માટે ખૂબ હિતાવહ રહેશે તેવું ગાયત્રી પરિવારના સભ્યે કહ્યું હતું.